વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સંતરામપુર તાલુકાના ધામોદ ના મોહિલા ગામમાં ફળાઉ તેમજ જીવન જરૂરિયાત ઉપયોગી રોપાનો વિતરણ

હિન્દ ન્યુઝ, મહીસાગર

   વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સંતરામપુર તાલુકાના ધામોદ ના મોહિલા ગામમાં ફળાઉ તેમજ જીવન જરૂરિયાત ઉપયોગી રોપાનો વિતરણ કરાવવામાં આવ્યું

આજે વિશ્વ પર્યાવરણ દિવસે પાંચ જૂને જે ફાર્મ સર્વિસ અને આત્મા પ્રોજેક્ટ મહીસાગરના સહયોગથી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં સંતરામપુર તાલુકાના ધામોદ ના મોહિલા ગામમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો આ પ્રસંગે કંપનીના ફિલ્ડ ઓફિસર દ્વારા ફળાઉ તેમજ જીવન જરૂરિયાત ઉપયોગી રોપાનો હાજર રહેલા ખેડૂતોને વિતરણ કરાવવામાં આવ્યું.

 આત્મા પ્રોજેક્ટના સ્ટાફ દિનેશભાઈ દ્વારા જીવનમાં અને પર્યાવરણમાં વૃક્ષોનું મહત્વ સમજાવી અને ગ્લોબલ વોર્મિંગ જેવી અસરોને દૂર કરવા મિશ્ર ખેતી પદ્ધતિ તેમજ પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે હિમાયત કરવામાં આવ્યા.

આ પ્રસંગે આત્મા પ્રોજેક્ટમાં સ્ટાફ અને કંપનીના ફિલ્ડ ઓફિસર ઉપસ્થિત રહ્યા હતા અને ખેડૂતોને વિનામૂલ્ય રોપા પૂરા પાડવામાં આવ્યા હતા. તેમજ તેમણે ખેડૂતોને એક ખેડૂત ઓછામાં ઓછો એક છોડ વાવે તેવો અનુરોધ કર્યો હતો.

રિપોર્ટર : દિનેશ પરમાર, મહીસાગર 


Advt.

Related posts

Leave a Comment