ગીર સોમનાથ
આગામી લોકસભા સામાન્ય ચૂંટણી–૨૦૨૪ મુક્ત, ન્યાયી, નિષ્પક્ષ તેમજ શાંતિપૂર્ણ વાતાવરણમાં થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાનાં માર્ગદર્શન હેઠળ જિલ્લાની મહિલાઓ વધુમાં વધુ મતદાન કરીને લોકશાહીના મહાપર્વમાં ઉત્સાહભેર પોતાની સહભાગીતા નોંધાવે તેવા ઉમદા આશયથી જિલ્લામાં વિવિધ સ્થળોએ ૨૮ ખાસ સખી મતદાન મથક ઉભા કરવામાં આવશે.
ચૂંટણીપંચ દ્વારા વિવિધ થીમ આધારિત મતદાન મથકો ઉભા કરીને લોકોને વધુમાં વધુ મતદાન માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યાં છે. તેના ઉપલક્ષ્યમાં જિલ્લામાં વેરાવળ તાલુકામાં ૭ સખી મતદાન બૂથ, તાલાલા તાલુકામાં ૭ સખી મતદાન બૂથ, કોડિનાર તાલુકામાં ૭ સખી મતદાન બૂથ અને ઉના તાલુકામાં ૭ સખી મતદાન બૂથ મળી જિલ્લામાં કુલ ૨૮ સખી મતદાન મથકો ઉભા કરવામાં આવશે.
આ મતદાન મથકનો પ્રત્યેક સ્ટાફ મહિલાઓ હશે. જેથી મહિલાઓ સંકોચ વગર નિર્ભયતાથી પોતાનો મત આવા મતદાન મથક પર જઈને આપી શકે.