હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં આગામી તા.૦૭/૦૫/૨૦૨૪ ના રોજ મતદાન થનાર છે. જેને ધ્યાને લઈ જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર અનિલ ધામેલિયાના માર્ગદર્શન હેઠળ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી આર.બી.ચૌધરી તથા સ્વીપના નોડલ અને જિલ્લા શિક્ષણાધિકારી આનંદકુમાર પરમાર દ્વારા વિવિધ મતદાર જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
નાગરિકોમાં મતદાન અંગે જાગૃતિ આવે તેમજ મતદાન કરવાનો ઉત્સાહ વધે તે માટે આગામી તા.૦૫/૦૫/૨૦૨૪ ના રોજ સવારે ૦૬-૩૦ કલાકે એસ.એફ.હાઈસ્કૂલ, છોટાઉદેપુર ખાતે ‘રન ફોર વોટ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ ‘રન ફોર વોટ’ જિલ્લા સેવા સદનથી શરૂ થઈ ફાયર સ્ટેશનથી જમણી બાજુ થઈ સ્ટેટ બેંક સર્કલ, એસ.ટી.ડેપો, પેટ્રોલપંપ ચાર રસ્તાની જમણી બાજુ થઈ જિલ્લા સેવા સદન ખાતે સમાપ્ત થશે. આ કાર્યક્રમમાં જોડાવા ઇચ્છુક નાગરિકો
https://forms.gle/ZKSHx3CcZnfmetpC9
ઉપર તા.૦૪/૦૫/૨૦૨૪ સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકશે.
આ કાર્યક્રમમાં જિલ્લાવાસીઓને મોટી સંખ્યામાં જોડાવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.