હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
જૂનાગઢ લોકસભા બેઠકનાં જનરલ નિરીક્ષક મોહંમદ ઝુબેર અલી હાશમી, ખર્ચ નિરીક્ષક રજત દત્તા અને પોલીસ નિરીક્ષક નાઝનીન ભસીને ગીર સોમનાથના કાજલી, બાદલપરા અને આદ્રી ગ્રામ્ય વિસ્તારના વિવિધ ચૂંટણી બૂથની મુલાકાત લઈને ચૂંટણીલક્ષી સમગ્રત્યાં વ્યવસ્થાઓનું નીરિક્ષણ કર્યું હતું.
જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના વિવિધ મતદાન બૂથની મુલાકાત લઈ નિરીક્ષકઓએ મતદાનલક્ષી જરૂરી વ્યવસ્થાઓ સંદર્ભે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા સહિતના અધિકારીઓ સાથે જરૂરી વ્યવસ્થાઓ અંગે પરામર્શ કર્યો હતો.
નિરીક્ષકઓએ સુરક્ષાની દ્રષ્ટિએ ગ્રામ્ય વિસ્તારમાં સમવિષ્ટ બૂથ પર વિવિધ પાસાઓનું નીરિક્ષણ કરી મતદારો માટેની જરૂરી ભૌતિક સુવિધા, સીસીટીવી, દિવ્યાંગ મતદારો માટે રેમ્પની સુવિધા, પાર્કિંગની વ્યવસ્થા, પીવાના પાણી તેમજ ટોયલેટની વ્યવસ્થાઓ ચકાસી તે અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. નીરિક્ષકઓએ ઉપસ્થિત અધિકારીશ્રીઓને ચૂંટણીલક્ષી જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું.
આ તકે, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, જિલ્લા પોલિસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા, અધિક નિવાસી કલેક્ટર રાજેશ આલ, ડેપ્યૂટી કલેક્ટર ભૂમિકા વાટલિયા, પ્રાંત અધિકારી સર્વ વિનોદભાઈ જોશી, ચિરાગ હિરવાણિયા, જિલ્લા પુરવઠા અધિકારી એન.બી.મોદી સહિત ચૂંટણી સાથે સંકળાયેલા અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.