ભાવનગરમાં આર.ટી.ઓ. સર્કલથી શાસ્ત્રીનગર તરફ જતા રસ્તા/રૂટ પર કોઇ અકસ્માત ન થાય તેમજ ટ્રાફિક નિયમન જળવાય રહે તે માટે ડાયવર્ઝન અંગેનું જાહેરનામું બહાર પડાયુ

હિન્દ ન્યુઝ, ભાવનગર

ભાવનગર શહેરમાં ભાવનગર-રાજકોટ હાઇવે પર દેસાઇનગર પેટ્રોલ પંપથી આર.ટી.ઓ. સર્કલ સુધી ઓવરબ્રીજ બનાવવાનું કામ શરૂ છે. જેમાં હાલ આર.ટી.ઓ. સર્કલથી શાસ્ત્રીનગર તરફ ઓવરબ્રીજનું કામ શરૂ થયેલ હોવાથી નાના-મોટા તમામ વાહનો આર.ટી.ઓ. સર્કલથી શાસ્ત્રીનગર સોસાયટીમાંથી પસાર થાય છે. જે રસ્તો સાંકડો હોવાના કારણે ટ્રાફીકની સમસ્યા ઉદભવે છે તેમજ આ રસ્તા પર બે સ્કુલો તથા એક પ્લે હાઉસ હોવાના કારણે અકસ્માત થવાની સંભાવના રહેલી છે. જેથી શાસ્ત્રીનગર સોસાયટી રોડ પર કોઇ અકસ્માત ન થાય તેમજ ટ્રાફિક નિયમન જળવાય રહે તે માટે ભાવનગર શહેરનો આર.ટી.ઓ. સર્કલથી શાસ્ત્રીનગર તરફ જતો રસ્તો તા.૨૨/૪/૨૦૨૪ થી તા.૨૨/૫/૨૦૨૪ દિન-૩૧ સુધી તમામ ભારે વાહનોની અવર-જવર માટે સંપુર્ણપણે બંધ કરવા તેમજ ડાયવર્ઝન રૂટ પરથી વાહનો પસાર કરવા પોલીસ અધિક્ષક ભાવનગરની કચેરીનાં પત્રથી દરખાસ્ત રજુ થતાં તે દરખાસ્ત મુજબનું જાહેરનામું બહાર પાડવું જરૂરી જણાતા સબબ, ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩(૧)(બી) હેઠળ મળેલ અધિકારની રૂઈએ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા તા. ૨૨/૫/૨૦૨૪ સુધી આર.ટી.ઓ. સર્કલથી શાસ્ત્રીનગર તરફ જતા રસ્તા/રૂટ પર તમામ ભારે વાહનોની અવર-જવર ઉપર પ્રતિબંધ ફરમાવેલ છે.

જેમાં પ્રતિબંધિત રસ્તો આર.ટી.ઓ. સર્કલ થી શાસ્ત્રીનગર તરફ જતા રસ્તા/રૂટ પર તેમજ તમામ ભારે વાહનોએ નીચે જણાવેલ ડાયવર્ઝન રૂટ પરથી પસાર થવાનું રહેશે.

જ્યારે ડાયવર્ઝન રૂટ ઉકત વિગતે આવતા તમામ ભારે વાહનો તે રસ્તા પર ન જતા ગઢેચી વડલાથી કુંભારવાડા તરફ જતા રસ્તે એસ.આર.મોટર્સની સામે આવેલ નાળા પરથી શાસ્ત્રીનગર ઘંટીવાળા ચોકથી વિશ્વકર્મા સર્કલ તરફ જવાનું રહેશે.

આ હુકમ/જાહેરનામાનો ભંગ/ઉલ્લંઘન કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૩૧ મુજબ શિક્ષા થશે. જાહેરનામાનો અમલ અને તેના ભંગ બદલના પગલા લેવા માટે હેડ કોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા ફરજ પરના કોઇપણ અધિકારીને અધિકાર રહેશે. આ જાહેરનામાની જોગવાઇમાંથી જાહેર સેવા માટેનાં સરકારી વાહનો, ફાયર બ્રીગેડ, એમ્બ્યુલન્સ, કોર્પોરેશનનાં ઇમરજન્સી વાહનો તેમજ ગુજરાત વિદ્યુત બોર્ડનાં ઇમરજન્સી વાહનોને મુક્તિ આપવામાં આવે છે.

 

 

 

Related posts

Leave a Comment