ભાવનગર જિલ્લા ખાતે સાહસિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન અન્વયે તાલીમ શિબિર નું આયોજન

હિન્દ ન્યુઝ, ભાવનગર 

    રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વિભાગના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર કચેરી દ્વારા અને ભાવનગર જિલ્લા યુવા વિકાસ અધિકારી, ભાવનગર દ્વારા સંચાલિત ભાવનગર જીલ્લામાં ગુજરાત રાજ્યના ૧૫ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા યુવક-યુવતીઓ માટે શારીરિક ક્ષમતા વધે અને તેમનામા રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થી, બિનવિદ્યાર્થી યુવક-યુવતીઓ માટે સાહસિક પ્રવૃત્તિઓનું પર્વતારોહણ કેમ્પનું આયોજન થનાર છે. એન.સી.સી., રમત ગમત, સાહસિક પ્રવૃત્તિઓ અથવા અન્ય એડવેન્ચર પ્રવૃત્તિઓમાં ભાગ લીધેલ શિબિરાર્થીઓને પ્રથમ પસંદગી આપવામાં આવશે. આ કેમ્પમાં શિબિરાર્થીઓને સાહસિક પ્રવૃત્તિઓ સાથે ભોજન તથા આવવા જવાનું ટિકિટ ભાડું અને કેમ્પના અંતમાં પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે. ભાગ લેવા ઇચ્છુક યુવક-યુવતીઓ કે જેઓ તા.૩૧/૧૨/૨૦૨૪ના રોજ ૧૫ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા હોય તેઓએ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, એનેક્ષી બિલ્ડીંગ, જી-૧/૨,બહુમાળી ભવન, ભાવનગર કચેરીના બ્લોગ એડ્રેસ dydobvr.blogspot.com પરથી અરજી ફોર્મ મેળવી શકાશે.અરજી ફોર્મ સાથે શારીરિક તંદુરસ્તી ધરાવતા હોવાનું ડોકટરી પ્રમાણપત્ર અને વાલીનું સંમતી પત્રક તથા જન્મ તારીખના આધાર પુરાવા સાથેનું અરજી ફોર્મ તા.૨૭ ફેબ્રુઆરી સુધીમાં ભાવનગર કચેરીએ પહોંચતું કરવાનું રહેશે. ત્યારબાદ આવેલ પ્રવેશપત્રોને ધ્યાને લેવામાં આવશે નહીં તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી, ભાવનગરની યાદીમાં જણાવેલ છે.

 

Related posts

Leave a Comment