કાલાવડ ખાતે ‘પતંજલિ યોગ સમિતિ’ શિબિર કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, કાલાવડ

      જામનગર જિલ્લાના કાલાવડ શિવમ નગર ખાતે ‘પતંજલિ યોગ સમિતિ’ શિબિર (યોગ પે ચર્ચા)નો કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે પ્રતાપભાઈ થાનકી, મનસુખભાઈ ચૌહાણ (જુનાગઢ), હિન્દ ન્યુઝ તંત્રીશ્રી ડૉ. સીમાબેન પટેલ નાંઓને કાલાવડ યોગ કોચ કાન્તિલાલ વસોયા અને હિનાબેન રાખોલિયા દ્વારા શાલ અને શ્રીમદ્ ભગવદ્ ગીતાજી આપી સ્વાગત – સન્માન કરવામાં આવેલ અને આ કાર્યક્રમ માં ડીમ્પલબેન તરવિયા, નિતાબેન વસોયા, અપેક્ષાબેન, જીગનાબેન તેમજ મોટી સંખ્યામાં બેહનો જોડાયા હતા.

વધુમાં યોગા એક્સપર્ટ એવા પ્રતાપભાઈ થાનકી એ બેહનો ને યોગ નાં ફાયદા તેમજ યોગ કઈ રીતે કરવા, યોગ માટે જાગૃતતા આવે, લોકો યોગ કરતા થાય એ હેતુ બેહનો ને વિસ્તૃત માહિતીઓ આપેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કાલાવડ યોગ કોચ કાન્તિલાલ વસોયા અને સમસ્ત યોગ ટીમ એ ભારે જેહમત ઉઠાવી હતી. યોગ એક્સપર્ટ પ્રતાપભાઈ થાનકી (જૂનાગઢ) એ સમગ્ર યોગ ટીમ નો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કરેલ.

 

Related posts

Leave a Comment