ગીર સોમનાથ ઉમરેઠી પાટીયાથી તાલાળા-કેનાલ પુલીયા સુધીના અનધિકૃત દબાણ હટાવવા સૂચના

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

            રાવળથી તાલાળા જતાં રસ્તામાં ઉમરેઠી પાટીયાથી તાલાળા – કેનાલ પુલીયા સુધી રસ્તાની બન્ને બાજુ અનઅધિકૃત બાંધકામ જેવા કે, દુકાન, કાચી દિવાલ, છાપરા વગેરે વધતુ અટકાવવું ખુબ જ જરૂરી હોય અને વરસાદી પાણીનો પણ યોગ્ય રીતે નિકાલ કરી શકાય તેવી વ્યવસ્થા સારૂ રસ્તાની બન્ને બાજુ રસ્તાના મધ્યબિંદુથી હાલ પૂરતુ ૩૦ ફુટ જેટલી જગ્યા ખુલ્લી કરવા જણાવવામાં આવે છે. જેથી વરસાદી પાણીનો કાચી ગટર કરીને યોગ્ય જગ્યાએ નિકાલ કરી શકાય.
જો આ દબાણ ૩૦ દિવસમાં દૂર કરવામાં નહિ આવે તો સરકારના નિયમ મુજબ પોલીસની મદદ મેળવી જે તે વ્યકતિના ખર્ચે અને જોખમે દૂર કરવામાં આવશે. જેની તમામ લાગુ પડતા વ્યક્તિએ નોંધ લેવી એવું નાયબ કાર્યપાલક ઈજનેર માર્ગ અને મકાન પેટા વિભાગ વેરાવળની યાદીમાં જણાવવામાં આવેલ છે.

Related posts

Leave a Comment