હિન્દ ન્યુઝ, રાધનપુર
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના બાદરપુરા ગામ ખાતે ભાદરવાસુદ નોમ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં ભજન અને પ્રસાદ સાથે શોભાયાત્રા કાઢી ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો તેમજ ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે સમગ્ર ગ્રામજનો દ્વારા વર્ષોથી ચાલી આવતી પરંપરા ને લઈને ઉજવણી કરવામાં આવી સમગ્ર ગ્રામજનો ની અંદર ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.રામાપીર બાપા ને યાદ કરી ભક્તિમય થી લોકો તરબોળ બન્યા હતા.
પાટણ જીલ્લાના રાધનપુર તાલુકાના બાદરપુરા ગામે રામાપીરના મંદિર પર ધ્વજા ચડાવવામાં આવી,રાધનપુર તાલુકાના બાદરપુરા ગામમાં આવેલ રામાપીર મંદિર ખાતે ભાદરવા સુદ નુમ ના દિવસે પરંપરાગત વર્ષોથી ચાલી આવતા રામાપીર બાપા ના નેજા ચડાવવામાં આવે છે આજે ભાદરવા સુદ નોમ ના દિવસે સવારે બાદરપુરા ગ્રામજનો દ્વારા વાજતે ગાજતે રામાપીર ના મંદિરે જઈ મંદિર ઉપર શાસ્ત્રોક્ત વિધિ મુજબ ધ્વજા ચડાવવામાં આવી હતી. ગામમાં રામાપીર ના મંદિર ખાતે ગ્રામજનોને અતુટ શ્રધ્ધા ને લઇને છેલ્લા વીસેક વર્ષ થી મંદિર પર સમગ્ર ગ્રામજનો દ્વારા ધ્વજારોહણ કરવામાં આવે છે. આ પ્રસંગે સરપંચ માણેકબેન મુકેશભાઈ, વાઘેલા દાનાભાઈ ડાયાભાઈ, ચૌધરી ધનાભાઈ રામાભાઈ, પરમાર રેવાભાઇ ખેંગારભાઈ,ઈશ્વરભાઈ ખેંગારભાઈ માજી સરપંચ સોલંકી મુકેશભાઈ,વાઘેલા પાર્વતીબેન દાનાભાઈ, પબાભાઈ દેસાઈ, ઠાકોર રમેશભાઈ કુરષી ભાઈ, સોમાભાઈ સોનાભાઈ ઠાકોર સહિતના ગામ લોકો ની ઉપસ્થિતિ માં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર