ગારીયાધાર તાલુકાનાં ટીંબા ગામમાં લંપી વાઈરસનો કહેર જોવા મળ્યો

હિન્દ ન્યુઝ, ભાવનગર 

સમગ્ર ગુજરાત માં જ્યારે લમ્પી વાઈરસે ભરડો લીધો છે ત્યારે ગારીયાધાર તાલુકાનાં ટીંબા ગામમાં લંપી વાઈરસનો કહેર જોવા મળ્યો હતો . જેમાં અમુક ગાયો મૃત્યુ થયા છે જેથી સમગ્ર માલધારી સમાજમાં સંકટનાં વાદળો ઘેરાણા છે .ભાવનગર જીલ્લામાં લંપી સ્કીન- ચામડીનો રોગ પશુઓમાં ઝડપથી વધી રહ્યો , તો આ રોગને નાથવા માટે પશુપાલન વિભાગનાં ડોક્ટરો પુરી મહેનત કરી રહી છે .

* લંપી-સ્કીન, ગાઠદાર રોગ કેવી રીતે થાય છે ?

લંપી સ્કીન – ગાંઠદાર ચામડીનો રોગ દૂધાળા પશુઓમાં કેપ્રી પોક્સ નામના વાઇરસથી થતો ચેપી રોગ છે. આ રોગ નો ફેલાવો મચ્છર,માખી અને ઇતરડી દ્વારા એક પશુ માથી બીજા પશુ માં ફેલાય છે. આ રોગ માં પશુ નો મૃત્યુદર ઘણો ઓછો હોય છે. પરંતુ ચેપીરોગ હોવાના કારણે ઝડપથી ફેલાય રહ્યો છે.

આ રોગ ના મુખ્ય લક્ષણો :-

• આ રોગ માં પશુઓને બે-થી ત્રણ વાર તાવ આવે છે.
• પશુઓના શરીર ઉપર કઠણ ગોળ (૨ -૫ સે.મી. ) આકાર ની ગાંઠો ઉપસી આવે છે.જે ચામડીમાં તથા ઘણી વખત સ્નાયુ સુધી ઊંડી ફેલાયેલ હોય છે.
• ગાંઠોમાં ઘણી વખત રસી થાય છે અને ચાંદા પણ થાય છે.
• અસરગ્રસ્ત પશુના મોઢામાં ગાળાના આંદર ના ભાગ માં,લસીકા ગ્રંથીમાં અને પગમાં સોજો પણ જોવા મળે છે.
• અસરગ્રસ્ત પશુમાં દૂધ ઉત્પાદનનો ઘટાડો જોવા મળે છે. પશુઓમાં વાંઝીયાપણું જોવા મળે છે. અને કોઈક વાર પશુઓનું મૃત્યુ થાય છે.

રોગ ને અટકાવવાના ઉપાયો :-

• અસરગ્રસ્ત પશુઓને અન્ય પશુઓ થી અલગ બાંધવું. પશુઓને બાંધવાની જગ્યા પર મચ્છર,માખી અને ઇતરડી રહીત હોવી જોઇએ.
• અસરગ્રસ્ત પશુઓને ખોરાક-પાણી અલગ રાખવું. અસરગ્રસ્ત પશુઓને ચરવા લઇ જવાનું ટાળવું.
• માખી-મચ્છર અને ઇતરડી ઉપદ્રવ ઓછો કરવા માટે યોગ્ય દવા નો છટકાવ કરવો.
• પશુઓને રોગ પ્રતિકારક શક્તિ વધારવા મિનરલ પાવડર ખવડાવવો.
• પશુઓને કડવા લીમડાના પાન નો સવાર-સાંજ ધુમાડો કરવો તેમજ ગરમ પાણી માં લીમડો નાખી દીવસમાં ત્રણ વાર ધમારવું.

રિપોર્ટર : નિખિલ પરમાર, ભાવનગર 

 

Related posts

Leave a Comment