રાજકોટ શહેર લોકડાઉનને કારણે ૩ દિવસથી ન મળ્યો માવો, મગજ ભમતું રહેતાં રાજકોટનાં ૧૮ વર્ષીય યુવાને એસિડ ગટગટાવ્યું

રાજકોટ,

રાજકોટ શહેર તા.૧૬.૫.૨૦૨૦ ના રોજ લોકડાઉનને કારણે તમાકુ સહિતનું વ્યસન ન મળતાં હવે બંધાણીઓ માનસિક રીતે નિરાશ થઈ ગયા છે. રાજકોટમાં તમાકુની વસ્તુઓ ન મળતાં એક બાદ એક આત્મહત્યાના કિસ્સાઓ વધતાં જઈ રહ્યા છે. જેમાં આજે રાજકોટમાં છેલ્લા ૩ દિવસથી માવો ન મળતાં એક યુવાને એસિડ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હાલ તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. રાજકોટમાં બીડી ન મળતાં બે લોકોએ આત્મહત્યા કરી હતી. લોકડાઉનને દોઢેક મહિના ઉપરનો સમય થઈ ગયો છે. અને આ સમયગાળામાં તમાકુનાં બંધાણીઓની ધીરજ હવે ખૂટી ગઈ છે. વ્યસન ન મળવાને કારણે હવે તેઓ પોતાના જીવનનો ત્યાગ કરી રહ્યા છે. રાજકોટના એસ.ટી.વર્કશોપ પાછળ આંબેડકરનગરમાં રહેતાં ૧૮ વર્ષીય ધનદીપ પરમાર આજે એસિડ ગટગટાવીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવાનને મસાલાનું વ્યસન છે. અને છેલ્લા ૩ દિવસથી તેને મસાલો ખાવા મળ્યો ન હતો. જેને કારણે તે બેચેની અનુભવતો હતો. અને પોતે મગજ ભમતું રહેતું હતું. જેનાથી કંટાળીને માત્ર ૧૮ વર્ષનાં યુવાને આપઘાત કરી લીધો હતો. રાજકોટ શહેર વોર્ડનં.૧૫ કોંગ્રેસ S.C. ડિપાર્ટમેન્ટ વાઈસ ચેરમેન અરવિંદભાઈ મુછડીયા એ જણાવ્યુ હતુ કે રાજકોટ શહેરમાં પાન-મસાલા વગર નથી રહી શકતા યુવાધન એટલી હદે વ્યસન હાવી થઈ ગયુ છે કે વ્યસન વગર યુવાન ને એસીડ પીવું પડે છે. આ મહામારીએ એ સાબિત કરી બતાવ્યુ છે કે વ્યસન નાનુ કે મોટુ નથી હોતુ. વ્યસન-વ્યસન હોય છે. વ્યક્તિ ને ગુલામ બનાવી રાખે છે. જેથી આવા પાન મસાલા થી માંડીને બધા કેફી પદાર્થ દારૂ સહીત બધા પર પ્રતિબંધ મુકવો જોઈએ. કડક અમલવારી થવી જોઈએ.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ.

Related posts

Leave a Comment