રાજકોટ શહેર પોલીસે બનાવટી પાસ વહેંચતા ૧૭ જેટલા આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી

રાજકોટ,

રાજકોટ શહેર તા.૧૬.૫.૨૦૨૦ ના રોજ રાજકોટ લોકો બનાવટી પાસ બનાવીને લોકોની છેતરે છે. અને તેની પાસેથી પૈસા ઉધરાવી રહ્યા છે. રાજકોટમાં બોગસ પાસ બાનવતા ૧૭ જણાની ધરપકડ કરવામાં આવી છે. રાજકોટનાં A.C.P. જે.એચ.સરવૈયા એ માંંહિતી આપતા જણાવ્યું હતું કે વિશ્વસનીય માહિતીના આધારે, અમે એવા લોકોને શોધી કાઢવાનું શરૂ કર્યું છે કે જેઓ બનાવટી પાસ આપી રહ્યા છે. આના પગલે અમે ૧૭ વ્યક્તિઓની ધરપકડ કરી છે. અને તેમના કબજામાંથી નકલી પાસ મળી આવ્યા છે. તેઓ પાસ માટે ૩૦૦ રૂપિયા લેતા હતા. હવે આ તમામ વિરુદ્ધ ગુન્હો નોંંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment