શહેરી વિસ્તારના કોઇપણ નાગરિક પ્રાથમિક સવલતોથી વંચિત ન રહે તે માટે રાજય સરકાર ચિંતત છે : મંત્રી બ્રિજેશભાઇ મેરજા

હિન્દ ન્યુઝ, મોરબી

મોરબી ખાતે મંત્રી બ્રિજેશભાઇ મેરજાના અધ્યક્ષસ્થાને મોરબી નગરપાલિકા વિસ્તારના પ્રશ્નો અંગે સમીક્ષા બેઠક યોજાઇ મોરબી કલેકટર કચેરી મીટીંગ હોલ ખાતે શ્રમ અને રોજગાર, પંચાયત(સ્વતંત્ર હવાલો) ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ રાજયમંત્રી બ્રિજેશભાઇ મેરજાના અધ્યક્ષસ્થાને મોરબી નગરપાલિકા વિસ્તારના પ્રશ્નો અંગેની સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યું હતું કે શહેરી વિસ્તારનો કાઇપણ નાગરિકો પ્રાથમિક સવલતોથી વંચિત ન રહે તે માટે રાજય સરકાર ચિંતિત છે. મંત્રીએ શહેરી વિસ્તારમાં લોકોને પીવા માટેનું શુધ્ધ પાણી મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવા સબંધિત વિભાગના અધિકારીઓને સુચના આપી હતી. તેમણે નગરપાલિકા વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટ, ભુગર્ભ ગટર તેમજ લોકોને પડતી સમસ્યાઓનો તાત્કાલિક ધોરણે ઉકેલ લાવવા પણ તાકિદ કરી હતી. મંત્રીએ છેવાડાના વિસ્તારમાં વિજળીની સુવિધા મળી રહે તેવું આયોજન તાત્કાલિક ધોરણે કરવા પણ જણાવ્યું હતું. તેમણે હાલ નગરપાલિકા વિસ્તારમાં ચાલતા વિકાસકામો ગુણવત્તસભર અને સમય મર્યાદામાં પર્ણ થાય તે માટે પણ સબંધિતોને સુચના આપી હતી. આ પ્રસંગે નિવાસી અધિક કલેકટર એન.કે. મુછાર, નગરપાલિકા પ્રાદેશિક કમિશ્નર કચેરી રાજકોટના એન.એફ. ચૌધરી, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા, મોરબી નગરપાલિકા પ્રમુખ શ્રીમતિ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, લાખભાઇ જારીયા, નગરપાલિકા ચીફ ઓફીસર ગીરીશ સરૈયા, નગરપાલિકાના વિવિધ સમિતિઓના ચેરમેનઓ, અધિકારીઓ- પદાધિકારીઓ ઉપસ્થિત રહયા હતાં.

રિપોર્ટર : વિષ્ણુ મજેઠીયા, મોરબી

Related posts

Leave a Comment