આદિવાસી પ્રદેશ અગ્રણી ઓની ઉપસ્થિતિમાં તાલાલા ખાતે ધારાસભ્ય ભગવાનભાઇ બારડ ના અધ્યક્ષતા માં ઉજવાયો વિશ્વ આદિવાસી દિવસ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

ગીર-સોમનાથ ના પાટનગર એવા તાલાલા ગીર માં શ્રી બાઈ આશ્રમ ખાતે પ્રદેશ આદિવાસી અગ્રણીઓ ની ખાસ ઉપસ્થિતિમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી તાલાલા ના ધારાસભ્ય ભગવાનભાઈ બારડના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવેલ હતો.

આ કાર્યક્રમ માં આદિવાસી સમાજ દ્વારા દેશ વિદેશ માં પ્રચલિત આદિવાસી ધમાલ નૃત્ય નો ખાસ કાર્યક્રમ રાખવામાં આવેલ હતો જેમાં આર્ટિસ્ટ એશોશીયેશન ઓફ ગુજરાત (આ.ઓ.જી.) સંગઠન દ્વારા લોક ડાયરો પૂરો પાડીને કાર્યક્રમ ને રંગીન બનાવ્યો હતો જેમાં જિલ્લા આ.ઓ.જી. પ્રમુખ ગાયિકા રેખાબેન ગોંડલીયા તથા મહામંત્રી જાણીતા લોક સાહિત્યકાર રાજાભાઈ ગઢવીએ સૌ દર્શકોના દિલ જીતી લીધા હતા.

 

આ કાર્યક્રમ માં ગાંધીનગર ના દાતા યુનુશભાઈ રાયકા તથા તાલાલા ના ધારાસભ્ય ભગવાનભાઇ બારડ દ્વારા આદિવાસી ગરીબ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટ એનાયત કરવામાં આવેલ આ કાર્યક્રમ માં આ.ઓ.જી. ના પ્રદેશ પ્રમુખ ભગુભાઈ વાળા, લીગલ એડવાઈઝર ઉષાબેન કુસકીયા, આદિવાસી જિલ્લા અગ્રણીઓ હાશમભાઇ મુંશાગરા, યુનુશભાઈ રાયકા, રમજાનભાઈ મકવાણા, ઇભ્રામભાઈ મજગુલ, આશુભાઈ પરમાર, મમદભાઈ મોરુકા, સપરંપ અબ્દુલભાઇ ગલયાવાડ, સરપંચ ઇભરામભાઈ મુરીમા, મુન્નાભાઈ (જામનગર), હુશેન સાલમ (સુરત), અમીનભાઈ ચોટીયારા, બિબલભાઈ સિદી (મહેસાણા), મનસુરભાઈ મીપાવા (ભાવનગર), અબ્દુલ અજી (ભાવનગર), મુખ્તાર મકવાણા, જુસબભાઇ મજગુલ, રમજાનભાઈ બાદશાહ, હિરભાઈ લોબી, હનિફાબેન મજગુલ, અમીનાબેન મકવાણા, રુફીયાબેન મજગુલ, મેમુદબેન પરમાર, નાથીબેન મજગુલ, મોતિબેન ભાલીયા, ખેરૃનબેન મુરી, અસ્મિતાબેન ચોટ્યાળા સહીત ના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. એમ આદિવાસી મહિલા અગ્રણી હનિફાબેન મજગુલ ની અખબારી યાદી માં જણાવાયું છે.

Related posts

Leave a Comment