હિન્દ ન્યૂઝ, ભાવનગર
યુ.એન મહેતા ઇન્સ્ટિટ્યુટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રીસર્ચ સેન્ટર (એન.એ.બી.એચ. માન્યતા પ્રાપ્ત) ટર્સરી રાજ્ય કક્ષાની 1251 પથારી ધરાવતી હ્યદયની હોસ્પિટલ- ગુજરાત સરકાર દ્વારા સ્વાયત ગ્રાન્ટ ઇન એડ સંસ્થા છે. જે દેશની સૌથી મોટી એકમાત્ર સુપર સ્પેશ્યાલીટી કાર્ડિયાક સંસ્થા છે. જે વિશ્વસ્તરીય ઉચ્ચ ગુણવત્તાયુક્ત અને માત્ર હ્યદયના દર્દીઓ માટે સારવાર સુવિધા ધરાવતી સુપર સ્પેશ્યાલિટી કાર્ડિયોલોજી સંસ્થા તરીકે ઉભરી આવી છે. યુ.એન. મહેતા ઇન્સ્ટીટ્યુટ્ ટેલી-કાર્ડિયોલોજી એપ્લીકેશન/ટેલી મેડિસીન ઇ-ક્રિટિકલ કેર સાથે અને એડવાન્સ કાર્ડિયાક આઇ.સી.યુ.ઓન વ્હીલ્સ સાથેની અધ્તન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને તબીબી સાધનો ધરાવતી નવીનતાઓ સાથે ની સંસ્થા છે. સંસ્થાએ સંપૂર્ણ પોતાના દ્વારા પ્રથમ વિકસાવેલા અને ડિઝાઇન કરેલ કે જેમાં તમામ ઉમરના ગંભીર રીતે બિમાર કાર્ડિયાક દર્દીઓના પરિવહન માટે વેન્ટિલેટર, આઇ.એ.બી.પી., હેમોડાયાલિસિસ, ઇક્મો અને હાઇફ્લો ઓક્સિજનટર જેવી તમામ પ્રકારની જીવન રક્ષક સહાય સાથે ઉપલબ્ધ છે. તાત્કાલિક હ્યદયરોગ ની મેડિકલ સારવાર માટે પ્રારંભિક 24 કલાક સુધી કોઇપણ જાતના એડવાન્સ પેમેન્ટ વગર જીવન રક્ષક કાર્ડિયાક સારવાર પૂરી પાડવામાં આવે છે. જે હ્યદયરોગના હુમલાનો મહત્વનો પ્રથમ સુવર્ણ કલાકને પણ આવરી લે છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે આઇ. સી.સી. હેલ્થકેર એક્સલેન્સ એવોર્ડસ માટે ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા 2020- માન્યતા પ્રાપ્ત દેશમાં પશ્ચિમી ક્ષેત્રોમાં 300 બેડથી ઉપરની હોસ્પિટલો માટે (ખાનગી અને સરકારી વચ્ચે) હોસ્પિટલ ઓફ ધ યર-જ્યુરી એવોર્ડ, હેલ્થકેર ડિલિવરીમાં શ્રેષ્ઠ હોસ્પિટલ-વિજેતા એવોર્ડ અને હેલ્થકેર ગુણવત્તા નિયંત્રણમાં શ્રેષ્ઠ હોસ્પિટલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. તદ્ઉપરાંત રાષ્ટ્રીય વિવિધ ક્ષેત્ર જેવા કે, નેશનલ હેલ્થ ઓથોરીટી દ્વારા ગોલ્ડ ક્વોલિટી સ્ટાન્ડર્ડ(ABPMJAY) એવોર્ડથી સન્માનિત થનાર પ્રથમ હોસ્પિટલ, ધ વીક-હંસા રિસર્ચ સર્વે 2019 અને 2016માં વીક-નીલ્સન સર્વે દ્વારા દેશની શ્રેષ્ઠ કાર્ડિયાક હોસ્પિટલોમાં રેન્કીંગ પ્રાપ્ત થયેલ છે. હોસ્પિટલ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ માટે સ્કોચ એવોર્ડ આયુષ્યમાન ભારત અને બાળ રાષ્ટ્રીય સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) અંતર્ગત તેના પ્રશંસનીય કાર્ય માટે શાળા આરોગ્ય કાર્ડિયાક કાર્યક્રમ એવોર્ડ પ્રાપ્ત કરેલ છે. તત્કાલીન ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વ હેઠળ આકાર પામેલ સિવિલ મેડિસીટીની યુ.એન. મહેતા ઇન્સ્ટીટ્યુટ ના નવઆયામ અને નવસર્જનને આગળ ધપાવવા રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ નો પૂરતો સહયોગ મળી રહ્યો છે.
બ્યુરોચીફ (ભાવનગર) :હકીમ ઝવેરી