વેરાવળ પાટણ શહેર વિસ્તાર મા હડકાયા કૂતરાઓનું હાહાકાર

હિન્દ ન્યુઝ, વેરાવળ 

વેરાવળ રહેણાક વિસ્તારોમાં મા હડકાયા કૂતરા ઓનું અસંખ્ય લોકોને કરડવાના બનાવમાં 15 બાળક ગંભીર તંત્ર સામે રહીશોનો રોષ

છેલ્લા ઘણા દિવસ થી વેરાવળ પાટણ શહેર મા હડકાયા કૂતરા ઓ દ્વારા અનેક લોકો ને કરડી લીધાના બનાવ બનેલ છે છેલ્લાં 3 દિવસથી રખડતા અને હડકાયા કૂતરાઓ ના કરડવાના અનેક બનાવ બનેલ છે.નગરસેવક અફઝલ પંજા દ્વારા સરકારી હોસ્પિટલ ની મુલાકાત લીધી જેમાં ડોકટર એ કબૂલ્યું કે સવાર થી રાત સુધી મા સોમનાથ ટોકીઝ થી શાહીગરા વિસ્તાર ના 15 થઈ વધુ બાળકોને કૂતરા એ કરડી ખાદા છે.

નગરસેવક અફઝલ પંજા એ સિવિલ હોસ્પિટલ થી જ વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા ના ચીફ ઓફિસર અને જવાબદાર અધિકારીઓ ને આ ગંભીર બનાવની જાણ કરેલ હતી કે વહેલી તકે આ હડકાયા કૂતરાઓને પકડવાની વ્યવસ્થા તત્કાલ થાય તે માટે જવાબદાર અધિકારીઓ ને ટેલિફોનિક જાણ કરેલ હતી.

લોકડાઉન દરમિયાન લોકો ખૂબ પરેશાન છે અને અનેક તકલીફ ભોગવી રહયા છે ત્યારે આવા બનાવ એ લોકો માટે દુઃખદાયી હોય છે કારણ કે હડકાયા કૂતરા ના કરડવાથી જો ચેપ લાગે તો એ ચેપ મગજ સુધી પહોંચે છે અને મૃત્યુ પણ નીપજે તેથી આ બાબતની કારજી એ પ્રશાશન દ્વારા લેવી જોઈએ અને રખડતા અને હડકાયા કૂતરા ઓ માટે પગલાં લેવા જોઈએ તેવી ઉગ્ર માંગ નગરપાલિકાના ચીફ ઓફિસર જતીન મહેતાને કરેલ છે.

રિપોર્ટર : મો.સઈદ મહિડા, વેરાવળ

Related posts

Leave a Comment