અમરેલી જિલ્લાના બગસરા બંધના એલાનને મળી સફળતા

હિન્દ ન્યુઝ, અમરેલી

      અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં આજ રોજ સર્વ હિંદુ સમાજ દ્વારા બંધનું એલાન કરવામાં આવ્યું હતું. આ બંધના એલાનને સફળ બનાવવા બગસરા સાવરકુંડલા અમરેલી બજરંગ દળ ના કાર્યકર્તાઓ અને સર્વ હિન્દુ સમાજ સમાજ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. બગસરા શહેર સંપૂર્ણ બંધ જોવા મળી રહ્યું હતું. બગસરા શહેરના દરેક વેપારી ભાઇઓએ પોતાના કામધંધા દુકાનો બંધ રાખી આ બંધના એલાનને સફળ બનાવ્યું હતું. બગસરા શહેરના સ્ટેશન રોડ, વિજય ચોક, ગોંડલીયા ચોક, શિવાજી ચોક, હોસ્પિટલ રોડ, શાકમાર્કેટ રોડ, જેતપુર રો,ડ નાની બજાર, ઉપલી બજાર, યોગેશ્વર મંદિર રોડ બંધ જોવા મળ્યા. બગસરા શહેરમાં થતા વિધર્મીઓના કૃતિઓને રોકવા સર્વ હિંદુ સમાજ એક થયા હતા. ભૂતકાળમાં વિધર્મી દ્વારા હિન્દુ ની છોકરી ભગાડી જવામાં આવી હતી તે બનાવવાનું પરિણામ તાત્કાલિક આવે તે અંતર્ગત આ બંધનું એલાન સર્વ હિંદુ ધર્મના લોકો દ્વારા કરવામાં આવ્યું હતું. અમરેલી સાવરકુંડલા અને બગસરા બજરંગ દળના કાર્ય કરો દ્વારા હિન્દુ એકતા નું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ બંધના એલાન માં કોઈ અનિશ્ચિત બનાવ ન બને તે માટે બગસરા પોલીસ સ્ટેશન દ્વારા શહેરમાં શાંતિ રહે તે માટે પૂરતો બંદોબસ્ત કરવામાં આવ્યો હતો આ ભૂતકાળમાં બનેલ વિધર્મી ની ફરિયાદને ધ્યાનમાં લઇ તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવા બગસરા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ એચ.કે.મકવાણા એ ખાતરી આપી હતી. આ બંધના એલાન અંતર્ગત અમરેલી જિલ્લાના એસ.ઓ.જી.ના પી.એસ.આઇ એમએ મોરી પણ હાજર રહ્યા હતા.

રિપોર્ટર : મનજીભાઈ પરમાર, બગસરા

Related posts

Leave a Comment