ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્રારા વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણીના ભાગરૂપે નિબંધ સ્પર્ધાનુ આયોજન કરવામાં આવેલ છે જેમાં શાળા-કોલેજના વિદ્ધાર્થીઓ ભાગ લઇ શકશે

હિન્દ ન્યૂઝ, નડિયાદ 

    દર વર્ષે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્રારા વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્રારા વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણીના ભાગરૂપે નિબંધ સ્પર્ધાનુ આયોજન કરવામાં આવેલ છે. જેમાં શાળા-કોલેજના વિદ્ધાર્થીઓ ભાગ લઇ શકશે આ નિબંધના વિષય આ પ્રમાણે છે. ૧. પ્લાસ્ટીક વેસ્ટની જૈવ વિવિધતા પર અસરો ૨. જીવ સ્રૂષ્ટિનુ પુન સ્થાપન-જળ-જમીન ૩. પર્યાવરણ સંરક્ષણ માટે મારો ફાળો ૪. મ્યુનિસિપલ ઘન કચરો-પડકારો અને નિરાકરણ. જિલ્લા કક્ષાએ પસંદગી સમિતી દ્રારા આ સ્પર્ધામાં ભાગ લેનાર વિજેતાને પ્રથમ ઇનામ રૂ.૨૦૦૦, બીજુ ઇનામ રૂ.૧૦૦૦ અને ત્રીજુ ઇનામ રૂ.૫૦૦ મળશે. જિલ્લા કક્ષાએ પ્રથમ વિજેતા ઉમેદવારના નિબંધને રાજ્ય કક્ષાએ પસંદગી સમિતી સમક્ષ રજુ કરવામાં આવશે. રાજ્ય કક્ષાએ પસંદગી સમિતી દ્રારા જાહેર કરવામાં આવેલ વિજેતાઓને પ્રથમ ઇનામ રૂ.૪૦૦૦, બીજુ ઇનામ રૂ. ૨૦૦૦, ત્રીજુ ઇનામ રૂ.૧૦૦૦ આપવામાં આવશે. નિબંધ કોઇપણ એક વિષય પર લખવાનો રહેશે. નિબંધ ગુજરાતી ભાષામાં લખવાનો રહેશે. એ-૪ સાઇઝના પેપર પર સરસ રીતે ૧૨ સાઇઝના શ્રુતી ફોન્ટમાં અને ૯૦૦ શબ્દો સુધી મર્યાદિત હોવો જોઇએ. નિબંધમાં વિષય પરિચય, સમાધાન, સમસ્યા, અભિગમ ઉપચારો, નિષ્કર્ષ, નિબંધમાં પ્રસ્તુત કાર્ય અને વિશ્લેષણનો સારાંશ, નિબંધની શરૂઆતમાં ભાગ લેનારનુ નામ, સંસ્થાનુ નામ અને સરનામુ તેમજ ભાગ લેનારનો સંપર્ક નંબર, નિબંધની ઉપર ઇમેલ આઇડીનો ઉલ્લેખ કરેલ હોવો જોઇએ. નિબંધના આકારણીમાં વિષય વસ્તુ, મૌલિકતા, સ્પષ્ટતા, માળખુ જેવા મુદ્દાઓનો સમાવેશ કરવાનો રહેશે. સ્પર્ધા માટે ફક્ત મૌલિક નિબંધ ધ્યાનમાં લેવામાં આવશે. અગાઉ પ્રકાશિત થયેલ નિબંધ કે બીજા કોઇના લખાણની નકલ કરેલ નિબંધ ગેરલાયક ઠરાવવામાં આવશે. ખેડા જિલ્લાના સ્પર્ધકોએ ro-gpcb-nadi@gujarat.gov.in પર તેઓનો નિબંધ એક જ pdf ફાઇલ તરીકે તા. ૦૫-૦૬-૨૦૨૧થી તા. ૧૦-૦૬-૨૦૨૧ના સમયગાળામાં સબમિટ કરાવવાનો રહેશે.

રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, નડિયાદ

Related posts

Leave a Comment