હિન્દ ન્યૂઝ, નેત્રંગ
પ્રાપ્ત માહિત મુજબ નેત્રંગ તાલુકામાં છેલ્લા બે-ત્રણ દિવસથી વાદળછાયા વાતાવરણની સાથે એકાએક તૌકતે વાવાઝોડું ફુંકાયું હતું. જેમાં નેત્રંગ તાલુકાના કેટલાક ગામમાં ઘરના પતરા-નડીયા ઉડી જવા, વૃક્ષો ધરાશાયી થવા અને ચારેય તરફ ધુળની ડમરીઓ ઉડતા અંધારાપટ છવાઈ ગયો હતો અને નેત્રંગ ટાઉન સહિત તાલુકાભરના અંતરીયાળ વિસ્તારના ગામોમાં વીજપુરવઠો ખોરવાઈ ગયો હતો.
જેમાં મુખ્યત્વે તૌકતે વાવાઝોડાથી કેરીના પાકને વ્યાપક નુકસાન થયાનું જાણવા મળી રહ્યું છે,આવનાર સમયમાં કેરી મળવી મુશ્કેલ બનશે અને ભાવમાં પણ વધારો થઇ શકશે.
રિપોર્ટર : સતિષ દેશમુખ, નેત્રંગ