દિયોદર ખાતે આરોગ્યમાં ફરજ બજાવતી મુસ્લિમ સમાજની મહીલા એ માનવતા નું ઉદાહરણ પૂરું પાડ્યું

હિન્દ ન્યૂઝ, દિયોદર

     ગુજરાત રાજ્ય સહિત બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાઈરસ ની પરિસ્થિતિ વચ્ચે આજે અમો એક એવા મહિલા કમિનિટી હેલ્થ ઓફિસર ની વાત કરીએ છીએ જે આજે રમઝાન મહિનો ચાલતો હોવા છતાં આ મહિલા કોવિડ 19 હોસ્પિટલમાં પોતાની સેવા નિષ્ઠા પૂર્વક નિભાવી રહ્યા છે.

દિયોદર ખાતે રહેતી ફરહીન સાચોરા વર્તમાન સમય કોટડા ગામે કમિનિટી હેલ્થ ઓફિસર તરીકે સેવા આપે છે .જેમાં બનાસકાંઠા જિલ્લા માં કોરોના વાઈરસ નું સંક્રમણ વધતા દિયોદર રેફરેલ હોસ્પિટલ ખાતે કોવિડ 19 કેર સેન્ટર શરૂ કરવામાં આવતા કમિનિટી હેલ્થ ઓફિસર તરીકે સેવા આપતા ફરહીન સાચોરા ને દિયોદર કોવિડ કેર સેન્ટર માં ફરજ પર મુકવામાં આવ્યા છે જોકે હિન્દૂ ધર્મ માં જેમ શ્રાવણ માસ પવિત્રતાના માસ તરીકે ઓળખવામાં આવે તેમ મુસ્લિમ સમાજમાં પણ રોજાનો માસ આવે છે. જે વર્તમાન સમય મુસ્લિમ ધર્મ માં રમઝાન મહિનો ચાલી રહ્યો છે જેમાં ફરહીન સાચોરા નામની રોગ્યમાં ફરજ બજાવતી મહિલા પણ રોઝા રાખી એક પોતાનો ધર્મ નિભાવી રહી છે. જેમાં આવા કપરા સમયે આ મહિલા કોવિડ ની હોસ્પિટલમાં પોતાની સેવા પણ આપી પોતાની ફરજ પર અડીખમ છે. ફરહીન સાચોરા નું કહેવું છે કે આવી પરિસ્થિતિમાં માનવતા એજ મોટો ધર્મ છે મારી સેવા હું નિભાવુ છું અને મેં રોઝા પણ રાખ્યા છે. આજે મારે 24 માં રોજુ છે હું ઈશ્વર ને પ્રાર્થના કરું છું, કે આવી પરિસ્થિતિ માં દરેક લોકોની ઈશ્વર રક્ષા કરે આવી પરિસ્થિતિમાં લોકો ની મદદ કરવી તે આપણી માનવતા છે ભલે કોઈ પણ દર્દી મુસ્લિમ હોય કે હિન્દૂ આજે પણ ગુજરાત માં હિન્દૂ મુસ્લિમ એકતા નું પ્રતીક ગણાય છે, ત્યારે આ મુસ્લિમ મહિલા પણ એકતા નું પ્રતીક છે. જે રોઝા રાખી અલ્લાહ ને દુવા પણ કરે છે અને ગરીબ દર્દી ની સેવા પણ કરી રહી છે મહિલા એકતા નું પ્રતીક છે .અહીં તે પોતાની ફરજ પણ નિભાવે છે અને રમજામ મહિના માં રોઝા પણ કરે છે.

અહેવાલ : પ્રદીપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment