જૂનાગઢ ખાતે આવતી કાલથી શરુ થતા પવિત્ર રમઝાન માસ અનુસાર શાંતિ સમિતિ ની મિટિંગ યોજાય

જૂનાગઢ ખાતે માગરોળ પોલિસ વિભાગ દ્રારા આવતી કાલથી શરુ થતા પવિત્ર રમઝાન માસ અનુસાર શાંતિ સમિતિ ની મિટિંગ યોજાય હતી. જેમાં ડી.વાય.એસ.પી.પુરોહિત ની અઘ્યક્ષતામા યોજાય હતી. જેમા રમઝાન માસ દરમીયાન રાત્રીએ 11.30 સુઘી દુકાનો ખુલ્લી રાખી શકશે, સોશિયલ ડીસ્ટન પાલન કરવા અને માસ પહેરવા પોલીસ વિભાગે સુચન કર્યુ હતુ. મૈયતમા જતા લોકો ફરજીયાત માસ પહેરે એમ પી. એસ.આઈ. સોલંકીએ જણાવ્યુ હતુ.

આ મિટિંગ મા માગરોળ પાલિકા પ્રમુખ મો. હુશેન ઝાલા, મુસ્લીમ આગેવાન યુસુફભાઈ પટેલ, બૈતુલમાલ પ્રમુખ હાજીહનીફભાઈ પટેલ, પાલિકા ઉપપ્રમુખ મનોજ વિઠ્ઠલાણી, શહેર ભાજપ પ્રમુખ સહિત હિન્દુ -મુસ્લીમ આગેવાનો હાજર રહ્યા હતા.

રિપોર્ટર : સોયબ જેઠવા, જૂનાગઢ

Related posts

Leave a Comment