ડભોઈ તાલુકામાં વલ્ડ ટી.બી.ડે સેલિબ્રેસન ના અંતર્ગતરા આશા વર્કર બહેનો દ્વારા ડોર ટુ ડોર ટી.બી ના દર્દીઓનું સર્વે હાથ ધરાયુ

હિન્દ ન્યૂઝ, ડભોઈ

           મળેલ સૂચના અનુસાર વલ્ડ ટી.બી ડે સેલિબ્રેશન ના ભાગ રૂપે ડભોઇ તાલુકા માં તા ૨૨/૦૩/૨૦૨૧ થી તા ૨૬/૦૩/૨૦૨૧ સુધી ડભોઇ તાલુકા ના તમામ ગામો માં આશા બેહનો દ્વારા ઘરે ઘરે જઈને સર્વે કરી ને ટી.બી ના સંકાસ્પદ દર્દી ઓને સોધવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. તેમજ ટી.બી ના સ્ટાફ દ્વારા ગ્રામ્ય લેવલે જઇ ને જન જાગૃતિ ના કાર્યક્રમો હાથ ધર્યા છે. તે ઉપરાંત ડભોઇ અને તાલુકાની ની તમામ જનતાને ટી.બી.ના લક્ષણો ની સમજણ આપી જાગૃત કરાયા હતા.

         જ્યારે આખાયે ગુજરાત રાજ્ય માં ચાલતા વલ્ડ સેલિબ્રેશન ના ભાગ રૂપે ડભોઈ તાલુકાના જુદા જુદા ગામડાઓમાં વલ્ડ ટી.બી પખવાડિયું સેલિબ્રેશન યોજી નાગરિકોને માહિતી પૂરી પાડી હતી તેમજ જાહેર જનતાને જણાવ્યું હતું કે તમારી આજુ બાજુમાં કોઈ પણ વ્યકિત ને તાવ આવવો, વજન ઘટવું, ભૂખ ના લાગવી, છાતી માં દુખાવો થવો, ગડફા આવવા, ગડફા માં લોહી આવવું, સાંજ ના સમયે પરસેવો વડવો વગેરે લક્ષણો જણાય તો નજીક ના સરકારી દવાખાને ગડફા ની તપાસ તેમજ છાતી નો એક્સ રે કરાવી ટી.બી.ની તપાસ કરાવી અને જો રિપોર્ટ પોઝીટીવ આવે તો ટી.બી ના રોગ ની દવા લઈ ડોક્ટર ની સલાહ મુજબ પૂરતો કોર્ષ કરવા ટી.બી સુપરવાઈજર આરીફ મન્સૂરી, ડભોઈ અને દેવાંગ પટેલ ટી.બી.એસ.પી. ડભોઈ નાઓ દ્વારા અપીલ કરાઈ હતી.

રિપોર્ટર : હુસેન મન્સૂરી, ડભોઈ

Related posts

Leave a Comment