આણંદ જિલ્લામાં ગેર કાયદેસર રેતીની હેરાફેરી

હિન્દ ન્યૂઝ, આણંદ

આણંદ જિલ્લામાં ગેર કાયદેસર રેતીની હેરાફેરી કરતા ત્રણ ડમ્પર કલેકટર ઓફિસ પાસેથી અને બે સારસ પાસેથી ઝડપાયા છે. તેમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા 30 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ખાણ ખનીજ વિભાગની આ કાર્યવાહીને લઈ જિલ્લામાં બેરોકટોક ફરતા ખનીજચોરોમાં ફફડાટ વ્યાપ્યો છે.

આ લોકો ડમ્પરો દ્વારા બિનઅધિકૃત ખનીજનું વહન કરતા હતા.

તા. 20/03/2021 ના રોજ ભુસ્તરવિજ્ઞાન અને ખનિજખાતુ આણંદના અધિકારીની સુચનાથી માઇન્સ સુપરવાઇઝર સંકેત પટેલ અને સર્વેયર સંજય પંચાલ તેમજ સિક્યુરીટી ગાર્ડ તપાસ દરમિયાન હતા. જેમાં તેમણે ત્રણ ડમ્પર બિનઅધિકૃત ખનિજ વહન કરતા ઝડપી પાડ્યા છે. ખાણ ખનીજ વિભાગ દ્વારા (1) GJ-23-W-4437 જેમા બ્લેક ટ્રેપ 7.790 મે ટને ઓવરલોડ ભરેલ જેના વાહન ચાલકનું નામ રામ ઝાલા રહે. સુરાશામાળ (ચકલાસી)અને વાહન માલિકનું નામ પરેશચાવડા રહે.આણંદ (2) GJ07YZ 3303 જેમાં બ્લેક ટ્રેપ ખનિજ 19.540 મે.ટન બિનઅધિકૃત રીતે ભરેલ જેના વાહન ચાલકનું નામ રાકેશ પરમાર રહે.નવી માલવણ અને વાહન માલિકનું નામ ઘનશ્યામસિંહ ચૌહાણ રહે.આનંદપુરા તા.ગળતેશ્વર (3) G123476318 જેમા 26.610 મે.ટન ઓવરલોડ ભરેલ જેના વાહન ચાલકનું નામ મહેંદ્રસિંહ ચૌહાણ રહે.પ્રતાપપુરા અને વાહનમાલિકનું નામ રાજુ ઓડ રહે.સારસા છે. આ લોકો ડમ્પરો દ્વારા બિનઅધિકૃત ખનીજનું વહન કરતા હતા. તેથી તેમના વાહનસીઝ કરી કુલ રૂપિયા 30 લાખનો મુદ્દામાલ ખંભોળજ પોલીસ સ્ટેશન ખાતે તેમજ જુના જીલ્લા સેવા સદન, કંપાઉન્ડ આણંદ ખાતે રાખવામાં આવેલ છે.

રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, નડિયાદ

Related posts

Leave a Comment