ગુજરાતમાં કોરોના રસિકરણ અભિયાન પુરજોશમાં ચાલુ

હિન્દ ન્યૂઝ, માણાવદર

                            સમગ્ર વિશ્વને હચમચાવી દેનાર કોરોના વાયરસની રસી શોધવામાં આપણા દેશની બે કંપનીઓ સફળ રહેતા દેશભરમાં કોરોના વેકસીનના ડોઝ આપવામાં આવી રહ્યો છે. ગુજરાત રાજ્યમાં જુદા જુદા કેન્દ્રો પર હાલ કોરોના રસીકરણ અભિયાન ચાલુ છે, ત્યારે એક પછી એક તબક્કામાં સૌ પ્રથમ કોરોના વોરિયર્સ (ડોકટરો-હેલ્થ વરકર્સ-આરોગ્ય કર્મચારીઓ ત્યાર બાદ અલગ અલગ વિભાગના કર્મચારીઓને રસી અપાઈ રહી છે. પોલીસ અધિકારી, પંચાયતના કર્મચારીઓ બાદ આજ જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકા ખાતે સમગ્ર તાલુકાની તમામ સરકારી અને ખાનગી શાળાના આચાર્યો તેમજ શિક્ષકોને કોરોનાની વેક્સીનનો ડોઝ આપવામા આવ્યો હતો. જેમા અંદાજીત 350 થી વધું કર્મચારીઓએ આ રસીકરણ નો લાભ લીધો હતો. આ અભિયાન ને સફળ બનાવવા માણાવદર તાલુકા આરોગ્ય શાખા તેમજ શિક્ષણ જગતે ભારે જહેમત ઉઠાવી હતી. જેનાં પરિણામે કોઈ વ્યક્તિમાં વેક્સીનની આડ અસર જોવા મળી ન હતી.

રિપોર્ટર : હાજાભાઈ ઢોલા, માણાવદર

Related posts

Leave a Comment