હિન્દ ન્યૂઝ, ડીસા
એક તરફ કોરોના મહામારી ચાલી રહી છે તેવામાં અબોલ જીવો અને પશુઓને કતલખાને લઈ જઈ રહ્યા છે. આવા પશુ ને પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી ક્યારેક બચાવવા આવે છે ત્યારે ગતરોજ જીવ દયા પ્રેમી એકતા એજ લક્ષ સંગઠનના કાર્યકર્તા એવા જિલ્લા પ્રમુખ કેતનભાઈ, મનીષભાઈ, ચકાભાઇ, શૈલેષભાઈ, દિનેશભાઈ લોધા, સુરેશભાઈ, ભાવેશભાઈ, દિનેશભાઈ ચૌધરી, અંકિતભાઈ, કિરીટસિંહ જેવા અનેક કાર્યકર્તાઓએ પિકઅપ ડાલા ને ઝડપી પાડી પાંચ મૂંગા પશુઓને કતલખાને જતા બચાવ્યા હતા. જ્યારે ડીસા આખોલ ચાર રસ્તા થી પાલનપુર તરફ એક પીકપ ડાલુ અબોલ જીવો ભરીને જઈ રહ્યું હતું. તેવી માહિતી જીવદયા પ્રેમીઓને મળતા ચોક્કસ બાતમીના આધારે તેઓ તાત્કાલિક ડીસા હાઈવે પર આવેલ વંદના પાર્ટી પ્લોટ પાસે વોચ રાખી જીવો ભરેલી ગાડી પકડી પાડી હતી. જ્યારે ડ્રાઈવર ગાડી મુકીને ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ ડીસા દક્ષિણ પોલીસને કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને બચાવેલા પશુઓને ડીસા કાટ પાંજરાપોળ ખાતે મોકલી આપી આગળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
એહવાલ : કંચનસિંહ વાઘેલા, ડીસા