ખેડા જિલ્લા મા રમેશ મેરજા, આઈ. એ. એસ, ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ એ આજે એન. ડી. દેસાઈ મેડિકલ કોલેજ નડિયાદ ખાતે કોરાના ની વેક્સીન આપવામાં આવી

હિન્દ ન્યૂઝ, નડિયાદ

  ગુજરાત મા કોરોના ના ઘટતા જતાં સંક્રમણ વચ્ચે બે સપ્તાહ મા હેલ્થ વર્કર્સને રોગ પ્રતિકારક શક્તિ વધારતી રસી નો પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે. ત્યારે ફ્રન્ટલાઈનવોરિયર્સ ના બીજી હરોળ ના કર્મચારીઓ તથા અધિકારીઓ ને રસી આપવાનો શુભારંભ ગઈકાલે નડિયાદ એન. ડી. દેસાઈ મેડિકલ કોલેજ ખાતે જિલ્લા કલેકટર આઈ. કે પટેલ તથા જિલ્લા પોલીસ વડા દિવ્ય મિશ્ર એ પોતે રસી લઇ કરાવ્યો હતો. રવિવાર થી ખેડા જિલ્લા મા એક સાથે ગૃહ વિભાગ ના પોલીસ, હોમગાર્ડ એસ. આર. પી જવાનો, શહેરી વિકાસ, મેહસુલ, પંચાયત અને ગ્રામ વિકાસ ઉપરાંત ડિઝાસ્ટર મેનેજમેન્ટના મળી કાલે આશરે ૨૫૦૦ જેટલા અધિકારી ઓ તથા કર્મચારીઓ ને રસી આપવામાં આવી હતી. જિલ્લા મા અત્યાર સુધી ૧૦,૦૦૦ફ્રન્ટ લાઈન વોરિયર્સ ને રસી આપવામાં આવી છે. ત્યારે આજે તા.૧/૨/૨૧ (સોમવાર) ના રોજ રમેશ મેરજા, આઈ.એ. એસ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટએ આજે એન. ડી. દેસાઈ મેડિકલ કોલેજ નડિયાદ ખાતે કોરોના ની વેક્સીન લીધી હતી. આ ઉપરાંત જિલ્લા મા અન્ય સ્થળો એ, રેવન્યુ પોલીસ એવા ફ્રન્ટલાઈન વર્કરો ને કોરોના ની વેક્સીન મુકવાનું કામ ચાલુ છે. તેમ જણાવ્યું હતું. તેમજ એ સાથે સાથે એમ પણ જણવ્યું હતું કેમ કોરોના ની વેક્સીન મુકાવવાથી કોઈ પણ જાત ની આડઅસર થતી નથી તેથી સૌ લોકો રસી મુકાવે તેવી રમેશ મેરજા, આઈ. એ. એસ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ નડિયાદ ના ઓ એ અપીલ કરી છે.


રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, નડિયાદ

Related posts

Leave a Comment