રઘુવંશી લોહાણા સમાજનું ગૌરવ વધારતા ડીસાના કિશોરભાઈ મુલાણી..!

હિન્દ ન્યૂઝ, ડીસા

છેલ્લા 24 વર્ષથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લોરવાડા તાલુકા ડીસા ખાતે લેબોરેટરી ટેકનિશિયન તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા કિશોરભાઈ મુલાણી ની કામગીરીથી તાજેતરમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નોંધ લેવાઇ હતી. જેમાં ડીસા તાલુકા હેલ્થ ઓફિસ ડીસા ખાતે લેબોરેટરીની ટેકનિશિયન તરીકે પણ ઇન્ચાર્જ તરીકે વધારાની ફરજ બજાવે છે. કોરોના મહામારી દરમિયાન ભણસાલી હોસ્પિટલ ખાતે તેમણે covid-19 ખાતે પણ ફરજ નિભાવી હતી. કોરોના દરમિયાનની તેમની સારી કામગીરી બદલ જિલ્લા વિકાસ અધિકારી બનાસકાંઠા અજય દહીયા (IAS) દ્વારા કિશોરભાઈ મુલાણી ને બનાસકાંઠા જિલ્લાના બેસ્ટ લેબોરેટરી ટેકનીશીયન તરીકે નો એવોર્ડ જાહેર કર્યો હતો. આ નિમિત્તે ડીસાના નાયબ કલેકટર હિરેન પટેલ દ્વારા તા.26.01.2021 ના ગણતંત્ર ના દિવસે ડીસા મામલતદાર કચેરી ખાતે કિશોરભાઈ મુલાણી નું જાહેર સન્માન કરવામાં આવેલ હતું. જે બદલ સમગ્ર લોહાણા ઠક્કર સમાજે પણ ગૌરવની લાગણી અનુભવી હતી અને તેમને અભિનંદન તેમજ શુભેચ્છાઓ પાઠવી હતી.

અહેવાલ : કંચનસિંહ વાઘેલા, ડીસા

Related posts

Leave a Comment