હિન્દ ન્યૂઝ,
બે દશકાથી ધારી ગ્રામપંચાયતમાં સતત ચૂંટાઈ આવતો પરિવાર
ધારી ગોવિંદપુર તાલુકા પંચાયત સીટ ઉપર કોંગ્રેસ પક્ષમાંથી દલિત યુવા આગેવાન સંજયભાઈ નાજાભાઈ વાળા દાવેદાર છે. પોતે વ્યવસાયે પત્રકાર અને સુખી સંપન્ન પરીવાર માંથી છે. પોતે પત્રકાર હોય અને મિડિયા સાથે સંકળાયેલા છે. તેમજ દલીત સમાજ તેમજ અન્ય સમાજ મા સારી ઓળખ ધરાવે છે. સંજયભાઈ ના માતા મંજુલાબેન નાઝભાઈ વાળા છેલ્લા વિસ વર્ષથી સતત ગ્રામપંચાયત ધારીમાં ચુટાઈ આવે છે અને ન્યાય સમિતિના ચેરપર્શન પદે આરૂઢ છે. તેમના પિતા સ્વ.નાઝભાઈ વાળા પણ ધારી ગ્રામપંચાયતમાં સદસ્ય તરીકે ચૂંટાયા હતા. જયારે જયારે આ પરીવાર ચૂટણી લડયો છે ત્યારે ચૂંટણી જીત્યા છે. એ આ પરીવાર ની રાજકીય ઓળખ છે.
રિપોર્ટર : સંજય વાળા, ધરી
