હિન્દ ન્યુઝ, ભાવનગર
પોલીસ સંભારણા દિવસ તા.૨૧મી ઓક્ટોબર થી રાષ્ટ્રીય એકતા દિવસ તા.૩૧મી ઓક્ટોબર ઉજવણીનાં ભાગરૂપે જિલ્લા કક્ષાની ચિત્ર સ્પર્ધા ૨૦૨૧નું આયોજન તા.૨૭/૧૦/૨૦૨૧ ને બુધવારે પોલીસ અધિક્ષકની કચેરી, નવાપરા, ભાવનગર ખાતેનાં પોલીસ તાલીમ ખાતે સવારે ૮:૩૦ થી ૧૧:૦૦ સુધી કરવામાં આવેલ છે. ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા ૮ થી ૧૫ વર્ષનાં વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓ માટે જિલ્લા કક્ષાની ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. આ ચિત્ર સ્પર્ધામાં વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓનું વ્યક્તિગત રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. સ્પર્ધામાં ભાગ લેનાર દરેક વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓ જિલ્લા કક્ષાનું પ્રમાણપત્ર આપવામાં આવશે તથા ચિત્ર સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને વાઇટ પેપર્સ ૧૧-૧૫ (એ-૪) અને ચા-નાસ્તો પણ આપવામાં આવશે. ચિત્ર સ્પર્ધામાં શ્રેષ્ઠ ત્રણ ચિત્ર પસંદ કરી વિજેતા બનનારને ગૃપ વાઇઝ ઇનામ અપાશે. જેમાં ગૃપ A માં ધોરણ ૩ થી ૫ (પ્રાણીઓ, રમતગમત) વિષય પર ચિત્ર દોરી રંગ પુરવાના રહેશે. ગૃપ B માં ધોરણ ૬ થી ૮ (ઐતિહાસિક ઇમારત, વન્યજીવન) વિષય પર ચિત્ર દોરી રંગ
પુરવાના રહેશે. ગૃપ ૮ માં ધોરણ ૯ થી ૧૦ (માર્ગ સલામતિ) વિષયો પૈકી કોઇ એક પર ચિત્ર તૈયાર કરી રંગ પુરવાના રહેશે. ચિત્ર સ્પર્ધામાં નામ નોંધાવાની છેલ્લી તા.૨૫/૧૦/૨૦૨૧ રહેશે. ચિત્ર સ્પર્ધામાં ભાગ લેવા તથા સ્પર્ધા અંગે વધુ માહિતી માટે આર્ટિસ્ટ જય બારડ -૮૮૬૬૭૭૦૩૮૮ અને આર્ટિસ્ટ રઘુવિરસિંહ ગોહિલ -૯૩૭૭૬૪૬૦૭૪ ને સંપર્ક કરી શકાશે.