ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ મહેસાણા દ્વારા સિધ્ધપુર માં કિશાન સૂર્યોદય યોજના અંતર્ગત કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યૂઝ, સિધ્ધપુર

સિધ્ધપુર ખાતે નર્સિંગ હોસ્ટેલ ના ટાઉન હોલ માં આજ રોજ ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ મહેસાણા દ્વારા સિધ્ધપુર માં કિશાન સૂર્યોદય યોજના અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સરકાર દ્વારા ખેડૂતો ના પ્રશ્નો ની વર્ષોથી રજુવાતો થતી હતી. જેમાં ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા ખેડૂતો ને દિવસે વીજળી પૂરી પાડવા ગુજરાત સરકાર દ્વારા એક નવીન અભિગમ અપનાવી કિશાન સૂર્યોદય યોજના બળવંતશિહ રાજપૂત ના અધ્યક્ષ સ્થાને અમલ મા મૂકવામાં આવી હતી. જે યોજના કૃષિ ક્ષેત્રે દિવસે સવારે પાંચ થી રાત્રે નવ વાગ્યા દરમ્યાન વીજ પુરવઠો પૂરો પાડવામાં આવશે. જેમાં આ યોજના માં કુલ મળી રૂપિયા પાત્રીસો કરોડ ની જોગવાઈ ની જાહેરાત કરવામાં આવી છે.
આ કાર્યક્રમ અંતર્ગત મુખ્ય મહેમાન જી.આઇ.ડી.સી ચેરમેન બળવંતસિંહ રાજપૂત પાટણ સાંસદ શભ્ય ભરતસિંહ ડાભી ઉ.ગુ.વી.લી ના મુખ્ય ઇજનેર ગઢવી અને ભાજપ ના કાર્યકર્તા અને સિદ્ધપુર તાલુકાના ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

રિપોર્ટર : પ્રફુલ ગોહિલ, સિદ્ધપુર

Related posts

Leave a Comment