બનાસ કાંઠા જિલ્લાના સરહદી તાલુકાના જેલાણા ગાામે અગાઉના ફરિયાદની બાબતે મહિલા ઉપર જીવલેણ હુમલા બાબત્સુઈગામ પોલિસ મથકે નોધાઈ ફરિયાદ

હિંદ ન્યૂઝ, સુઈગામ

પ્રાપ્ત વિગત મુજબ તા. ૧૪/૦૧/૦૨૧ ના ઉતરાયણ ના દિવસે નેસડા ગોલપ ગામના રાઠોડ શાંન્તા બેન જગતાજ ભાઈ (ઉ.વ.૩૫ આસરે) જાતે દલિત જેલાણા ગામે તેમના પિયર તેમની નાની દિકરી ખુશી બેન સાથે મળવા ગયેલ હતા ત્યારે સવાર ના આસરે ૧૧:૦૦ થી ૧૨:૦૦ કલાકના સમયે તમની વિધવા માતા સાથે ઘરેથી ખેતરે જવા નિકળ્યાં હતા. તેવામાં તેમના ઘરની સામે રહેતા અશ્વિન ભાઈ માવજી નામનો યુવક શાંન્તા બેનને કહેલ કે તુ મહિના અગાઉ મે તારી બેનના મોબાઈલ ના વૉટ્સેપ નંબર ઉપર મોકલેલ અશ્લિલ મેસેઝ બાબતે વાવ પૉલિસ મથકે તુ મારા વિરૂધ્ધ ફરિયાદ કરવા કેમ ગઈ હતી. તેવુ કહેતાં પોતાની પાસે હાથમાં લોખંડ ની ટાંમી હતી. તે શાન્તાબેન કંઈ બોલે તે પહેલા માથા ના પાછળના ભાગે મારતાં જમીન પર ઢળી પડતાં પછી પણ લોખંડની ટાંમી થી જોર જોર થી મારતો હોવાથી શાંન્તા બેનનાં વિધવા મા મુકાવા જતા તેમને ધક્કો મારતા જમીન પર ઢળી પડેલ તેમને પણ હાથમાં ઈજા થઈ હતી. શાંન્તા બેનને ઢોર માર મારતાં માથાના પાછળ ના ભાગે ૨૨ ટાંકા આવેલ છે. તેમજ ડાબા હાથે ફેક્ચર થયેલ અને જમણો હાથ ક્રેક થયેલ છે. તેમજ પગની સાથળ ઉપર, પેટના ભાગે પણ લોખંડની ટાંમી થી ઢોર માર મારી રહેલ તેવામાં ગોલપ ગામના રે.શેધા ભાઈ લિહાજી મણવર પોતાનુ બાઈક લઈ વાવ ઘરસામાન લેવા જઈ રહ્યા હતા. ત્યારે ઢોરમાર મારી રહેલ યુવક પાસેથી શાંન્તા બેન ને છોડાવા જતાં તેમને પણ હાથમાં લોખંડની ટાંમી લાગતાં હાથમાં ફેક્ચર થયેલ છે. શાંન્તા બેન પર જીવલેણ હુમલો થચેલ બાબતે તેમના દીયર તેમજ સગા બનેવી રાઠોડ નથા ભાઈ લઘધીરજી એ સુઈગામ પોલિસ મથકે ગતરોજ જેલાણા નિવાસી પરમાર અશ્વિન ભાઈ માવજી વિરૂધ્ધ ફરિયાદ I.P.C.એક્ટ-૩૨૬,૧૩૫ કલમ મુજબ ફોજદારી કાર્યસંહિતાની કલમ -૧૫૪ હેઠળ ફરિયાદ નોધાવેલ છે. જેની તપાસ જવાબદા અધિકારી ચલાવી રહેલ છે.

રિપોર્ટર : વેરસી રાઠોડ, સુઈગામ

Related posts

Leave a Comment