હિન્દ ન્યુઝ, ડીસા
ઉત્તર પોલીસની ટીમ ઉતરાયણ પર્વને લઈને પ્રતિબંધીત ચાઇનીઝ દોરીનો વેચાણ તે માટે પેટ્રોલિંગ પર હતી તે દરમિયાન મોટી માત્રામાં ચાઈના દોરીનો જથ્થો ઝડપી પાડયો દરમ્યાન બાતમી મળેલ કે એક સફેદ કલરનું ટાટા-407 નંબર.GJ-06 YY-6581નું પ્રતિબંધિત ચાઇનિઝ દોરીની ફીરકીના કાર્ટુનો ભરી ડીસાથી થરા તા.કાંકરેજ ખાતે જનાર છે.
જે હકીકત આધારે રીલાયન્સ પેટ્રોલીંગ વાહન ચેકીંગમાં હતા દરમ્યાન સદરે હકીકત વાળા સફેદ કલરના ટાટા-407 નંબર-GJ-06-YY 6581નો આવતા તેમાંથી પ્રતિબંધિત ચાઇનિઝ દોરીની ફીરકીના કાર્ટુન નંગ-23 ચાઇનીઝ દોરીની ફીરકી નંગ-1320 કીંમત રૂ.90,000/- ના સાથે પ્રભુજી ગજાજી જાતે સોલંકી રહે.થરા, તખતપુરા તા.કાંકરેજ તથા અશોકકુમાર મોહનજી જાતે.ચૌહાણ રહે.થરા, તખતપુરા તા.કાંકરેજ વાળાઓને પકડી પાડી પ્રતિબંધિત ચાઇનિઝ દોરીની ફીરકીના કાર્ટુન તથા ટાટા 407 નંબર-GJ-06-YY-6581 એમ કુલ રૂપિયા.3,90,000/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી. સદરે મુદ્દામાલ ભરાવનાર પ્રવિણકુમાર સેવકરામ ઠક્કર રહે.ડીસા, સદરે મુદ્દામાલ મંગાવનાર ચન્દ્રકાંતભાઇ ઝંકાર રહે.થરા, દિક્ષીતભાઇ રહે.થરા, ટીનાભાઇ કીર્તી રહે.થરા, રાજુભાઇ રહે.થરા વાળાઓ વિરૂધ્ધમાં ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેસન પાર્ટ-એ-ગુ.ર.ને. 111950162000254/2021 ઇ.પી.કો. કલમ 188 તથા ગુ.પો.અધિ.ક. 135 મુજબનો ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરેલ.
એહવાલ : કંચનસિંહ વાઘેલા, ડીસા