હિન્દ ન્યુઝ, કપરાડા
રાજયના ખેડૂતો માટે વીજક્રાંતિ લાવનાર ઐતિહાસિક કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ આજ રોજ વલસાડ અને ડાંગ ના સાંસદ કે.સી.પટેલ ના હસ્તે નાનાપોન્ડા ખાતેથી સવારે ૧૦-૦૦ કલાકે શુભારંભ કરવામાં આવ્યો હતો.
જે અંતર્ગત કપરાડા તાલુકાના 11kv મોટીવહીયાળ ફીડરના 19 ગામના ખેડૂતોના 1034 ખેતી વિષયક વીજ જોડાણો અને દિવસ દરમિયાન સાતત્યપૂર્ણ વીજપુરવઠો પુરો પાડવા માટેનું આયોજન હાથ ધરવામાં આવેલ છે. જેમાં મોટી વહિયાળ નળી મધની આરાણાય પાનસ જોગવેલ ઓઝરડા કુંડા વેરી ભવાડા મેણધા નંદગામ માંડવા કપરાડા ખડકવાળ મનાલા વારદા જામ ગભાણ બુરલા ગામોને લાભ મળશે.
કિસાન સૂર્યોદય યોજનાથી ખેડૂતોને હવે દિવસે વીજળી મળતાં, રાતના ઉજાગરા, વન્ય જીવજંતુના ભય, કડકડતી ઠંડી અને ચોમાસામાં પડતી મુશ્કેલીઓથી કાયમ માટે મુક્તિ, સૂર્ય ઊર્જા થકી દિવસ ઉત્પન્ન થતી વીજળીનો દિવસે જ વપરાશ થશે. આ પ્રસંગે સાંસદ કે.સી.પટેલ કપરાડા, ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી, ધારાસભ્ય કનુભાઇ દેસાઇ, કપરાડા ભાજપ પ્રમુખ રમેશભાઈ ગુલાબભાઈ રાઉત, મહાનુભાવો, અધિકારીઓ અને ખેડૂતમિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર : કૃતેશ પટેલ, વલસાડ