હિન્દ ન્યૂઝ, ગીર-સોમનાથ
તા.૦૫, ગીર-સોમનાથ જિલ્લામાં કોવીડ-૧૯ની વેકસીનેશ અંગે આરોગ્ય વિભાગ દ્વારા ગીર-સોમનાથ જિલ્લાના વેરાવળ સીવીલ હોસ્પિટલ અને તાલાળા હોસ્પિટલ પર કોરોના વેકસીનેશન ડ્રાયરન યોજાયું. જેમાં ૩૦ જેટલા લોકોને બોલાવવામાં આવ્યા હતા. કોરોના વેકસીનની કામગીરી સુપેરે થાય તે આ ડ્રાયરન માટેનો હેતું છે. પ્રથમ તબક્કામાં ફ્રન્ટલાઇન વોરીયર્સ હેલ્થ વર્કર સહિત તમામ આરોગ્યક્ષેત્રના ૬૧૭૧ લોકોને વેકસીન અપાશે.
૫૦ વર્ષથી વધુ ઉંમર ૨,૫૩,૧૫૫ લોકો ૫૦ વર્ષથી નીચેના કોમરલીડ ૫૦૪૩ લોકો જે ગંભીર બિમારીવાળાને વેકસીન આપવામાં આવશે. વેકસીન માટે આવતા દરેક લાભાર્થીને પ્રવેશ આપતા પહેલા હાથ સેનેટાઇઝ કરવા, સોશ્યલ ડિસ્ટન્સ જાળવવું, વેકસીનનો ડોઝ આપ્યા બાદ ૩૦ મીનીટ સુધી ઓબર્ઝવેશન હેઠળ રાખવામાં આવશે. એપેડેમીક મેડીકલ ઓફીસર ડો.નીમાવત, આર.સી.એચ.ઓ. ડો.ગૈાસ્વામી, તાલુકા હેલ્થ ઓફીસર ડો.ચૈાધરી સહિત આરોગ્ય ટીમ ડ્રાયરનમાં સહભાગી થયા હતા.
બ્યુરોચીફ (વેરાવળ) : તુલસી ચાવડા