હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ
શહેર કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઇ રાયઠઠ્ઠા ની યાદી જણાવે છે કે હાલ આવેલ અતિભારે વરસાદ ના કારણે વેરાવળ ગામ તથા આસપાસ ના રસ્તાઓ નું સદંતર ધોવાણ થઈ ગયેલ હોય અને રસ્તાઓ ઉપર મોટા ખાડાઓ પડી ગયેલ હોય, વાહનો ક્યાં ચલાવવા એની મુશ્કેલી ઊભી થયેલ છે. જેના પગલે નગરપાલિકા દ્વારા હાલ માં રસ્તાઓ ઉપર કાંકરી નાખી, આછો ડામર પાથરી કામો ઉપર લોટ પાણી અને લાકડા જેવુ કામ કરવામાં આવે છે અને નગરપાલિકાના અધિકારીઓ કોન્ટ્રાકટરો સાથે મિલાપી જઇ જે સરકાર ની ગ્રાન્ટ નો વ્યય કરે છે. અને કાંકરી રેતી ડામર ની ક્વોલિટી તથા ક્વોંટિટિ પણ અતિ નબળી સસ્તી અને ઓછી વાપરવામાં આવે છે તેમજ માલ સામાન પણ ગુણવતા વિનાના વાપરવામાં આવે છે અને આ તમામ કામોમાં ભ્રષ્ટાચાર થાય છે. જેથી આ કામોમાં યોગ્ય અને સારી ક્વોલિટી વાળા વાપરવામાં આવે અને ભ્રષ્ટાચાર બંધ થાય અને જવાબદાર સામે પગલાં લેવામાં આવે તેવી અમારી માંગણી છે.
શહેર કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઇ રાયઠઠ્ઠા રૂબરૂ નગરપાલિકામાં જઈ કરેલ રજૂઆત ના પગલે પણ અધિકારીઓએ દ્વારા ચાલતા આ ભ્રષ્ટાચાર માં સાથ આપી પોતાનો વિકાસ કરી રહિયા છે અને સરકાર ની ગ્રાન્ટ નો ગેર ઉપયોગ કરી રહ્યા છે. જો આ ભ્રષ્ટ વહીવટ બંધ નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરી ગાંધી ચિંધ્યા માર્ગે જવાની ફરજ પડશે તેવું એક યાદી માં જણાવે છે.
રિપોર્ટર : મો. સઈદ મહિડા, ગીર સોમનાથ