નેત્રંગ પોલીસે કેવડીયા કોલોનીથી ચોરાયેલ મોટરસાઈકલ પકડી પાડ્યું

હિન્દ ન્યૂઝ, નેત્રંગ,

તા.૨૮, પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ પો.સ્ટેશનના પીએસઆઇ એન.જી પાંચાણી અને પો.કર્મીઓ નેત્રંગ ચારરસ્તા ઉપર વાહન ચેકિંગની કામગીરી કરતા હતા. જે દરમ્યાન મોવી રોડ ઉપરથી રાજેશ મકિભાઇ વસાવા (ઉ.૩૫ રહે.આંજોલી તા.નેત્રંગ) એક નંબર પ્લેટ વગરની કાળા રંગ સપુર સ્પ્લેન્ડર મોટર સાયકલને આવતા નંબર :- GJ-22-M-3473 લઇને આવતા રોડની બાજુમાં ઉભા રાખીને પુછપરછ કરતાં દસ્તાવેજો, જરૂરી આધારપુરાવા નહીં મળતા અને ગલ્લા-તલ્લા મારી ઉડાઉ જવાબ આપેતા મોટરસાઈકલ કેવડીયાથી ચોરી થયાનું માલુમ પડ્યું હતું. નેત્રંગ પોલીસે મોટરસાઈકલ અને આરોપીને જેલભેગો કરી આગળની તપાસ હાથધરી હતી.

રિપોર્ટર : સતીષભાઇ દેશમુખ, વાલીયા

Related posts

Leave a Comment