હિન્દ ન્યુઝ, ડાંગ ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં માર્ગોના મજબૂતીકરણ તથા જરૂરી માર્ગ વિકાસ કામોને વેગ આપવા માટે નાણાકીય મંજૂરી આપવામાં આવી છે. આ અંતર્ગત ડાંગ જિલ્લામાં વઘઈ–ડુંગરડા–ભેસકાતરી રોડના વિકાસ અને મજબૂતીકરણ માટે કુલ રૂ. ૩૨ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સરકારી મંજૂરી મુજબ ડાંગ જિલ્લામાં વઘઈ–ડુંગરડા–ભેસકાતરી માર્ગના એક ભાગ માટે ODR શ્રેણીમાં ૧૮.૯૩ કિ.મી. લંબાઈના કામ માટે રૂ. ૨૨ કરોડ તથા આ જ માર્ગના અન્ય ભાગ માટે SH શ્રેણીમાં ૫.૦૦ કિ.મી. લંબાઈના કામ માટે રૂ. ૧૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આમ, કુલ…
Read MoreDay: August 27, 2026
નેપાળ-તિબેટ સરહદે અચાનક આવેલા પૂર અને ભૂસ્ખલનમાં ફસાયેલા નાગરિકોની મદદ માટે ઇમરજન્સી હેલ્પલાઇન જાહેર કરાઇ
હિન્દ ન્યુઝ, ડાંગ ડાંગ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર અને રાજ્ય કંટ્રોલ રૂમ દ્વારા જાહેર જનતા માટે ખાસ સૂચના ગત ૨૫મી ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ નેપાળ-તિબેટ સરહદે રસુવા જિલ્લાના ભોટેકોશી નદી વિસ્તારમાં અચાનક આવેલા વિનાશક પૂર (ફ્લેશ ફ્લડ) અને ભૂસ્ખલનને કારણે ભારતીય પ્રવાસીઓ ફસાયેલા હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. આ આકસ્મિક ઘટનામાં ગુજરાત રાજ્ય અથવા ડાંગ જિલ્લાના કોઈ પણ પ્રવાસીઓ કે નાગરિકો ફસાયા હોય, તો તે અંગેની જાણકારી, મદદ અને સહાય માટે પરિવારજનોને તાત્કાલિક નીચે દર્શાવેલા કંટ્રોલ રૂમ અને હેલ્પલાઇન નંબરો પર સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી છે.…
Read Moreસેન્ટ્રલ યુનિવર્સિટી ગુજરાત કુંઢેલા ખાતે રાજ્યકક્ષાના મંત્રી ડૉ.મનીષાબેન વકીલના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો “૭૭”મો વન મહોત્સવ યોજાયો
હિન્દ ન્યુઝ, વડોદરા “૭૭”માં વન મહોત્સવની વડોદરા જિલ્લા કક્ષાની ઉજવણી મહિલા અને બાળ કલ્યાણ, સામાજીક ન્યાય અને અધિકારિતા વિભાગના રાજ્ય મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલના અધ્યક્ષસ્થાને તથા ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં સેન્ટ્રલ યુનિવર્સિટી ગુજરાત, કુંઢેલા ખાતે યોજાઈ હતી. આ પ્રસંગે મહિલા અને બાળ કલ્યાણ, સામાજીક ન્યાય અને અધિકારિતા વિભાગના રાજ્યમંત્રી ડૉ. મનીષાબેન વકીલે પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, આજની જેન્ઝી અને અલ્ફા જનરેશન ટેકનોલોજીના યુગમાં જીવી રહી છે. ત્યારે તેમને કુદરત અને હરિયાળી સાથે જોડવા અત્યંત જરૂરી છે. તેમણે માત્ર છોડ રોપવાથી ફરજ પૂરી થતી નથી…
Read Moreદેવગઢ બારીયાના રામ ગામે ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતી તાલીમ યોજાઈ: જીવામૃત નિર્માણનું પ્રત્યક્ષ નિદર્શન કરાયું
હિન્દ ન્યુઝ, દેવગઢ બારીયા દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના રામ ગામ ખાતે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા અને રાસાયણિક ખાતરો તેમજ જંતુનાશકોના વપરાશથી મુક્ત કરવાના હેતુથી એક વિશેષ માર્ગદર્શન તાલીમ શિબિર અને જીવામૃત નિર્માણનું પ્રત્યક્ષ (ડેમોન્સ્ટ્રેશન) કાર્યક્રમ યોજાયો હતો. આ તાલીમ શિબિરમાં રામ ગામની મહિલા ખેડૂતો તેમજ બહોળી સંખ્યામાં ખેડૂત ભાઈઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો દ્વારા દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. તાલીમ દરમિયાન ખેડૂતોને સ્વહસ્તે પ્રાકૃતિક ખેત પદ્ધતિથી ‘જીવામૃત’ બનાવવાની સરળ રીત, તેનો સંગ્રહ અને પાકમાં તેનો યોગ્ય ઉપયોગ કરવાની તકનીકો…
Read Moreનવા સચિવાલય ગાંધીનગર ખાતેથી 500 નવા અત્યાધુનિક 112 ‘જનરક્ષક’ વાહનોનું ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન
હિન્દ ન્યુઝ, ગાંધીનગર નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ રાજ્ય મંત્રી કમલેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં નવા સચિવાલય ગાંધીનગર ખાતેથી 500 નવા અત્યાધુનિક 112 ‘જનરક્ષક’ વાહનોનું ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવ્યું… રાજ્યના નાગરિકોને ઝડપી અને અસરકારક ઇમરજન્સી સેવા પૂરી પાડવાના હેતુથી ગુજરાત પોલીસના કાફલામાં વધુ નવા 500 વાહનોના ઉમેરા સાથે હવે સમગ્ર ગુજરાતમાં 24 કલાક કુલ 1000 ‘જનરક્ષક’ વાહનો ઇમરજન્સી રિસ્પોન્સ માટે તૈનાત રહેશે… આધુનિક 150 બેઠકો ધરાવતા કોલ સેન્ટર, CAD (Computer Aided Dispatch) સિસ્ટમ અને કોલર લોકેશન ટેક્નોલોજીના ઉપયોગથી રાજ્યનો સરેરાશ પોલીસ રિસ્પોન્સ ટાઈમ ઘટીને માત્ર 10 મિનિટ 49 સેકન્ડ થયો છે.…
Read Moreબારડોલી તાલુકાના સાંકરી ગામે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં યોજાયો પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ: પ્રાકૃતિક કૃષિને વ્યાપક બનાવવા આપ્યું માર્ગદર્શન
હિન્દ ન્યુઝ, બારડોલી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ બારડોલી તાલુકાના ટીંબરવા ગામે રાત્રિ રોકાણ કરી સવારે સાંકરી સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરના સભાગૃહમાં આયોજિત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં ઉપસ્થિત રહ્યા હતા. અહીં તેમણે પ્રાકૃતિક કૃષિને વ્યાપક બનાવવા માર્ગદર્શન આપ્યું હતું. પરિસંવાદ સ્થળે પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન વેચાણના વિવિધ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા, જેની પણ તેમણે મુલાકાત લઈ પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનો નિહાળ્યા હતા અને ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો. સફળ પ્રાકૃતિક ખેતી કરીને અન્યોને પ્રેરણા પૂરી પાડનાર ખેડૂતોને સન્માનિત કરાયા હતા. પ્રગતિશીલ ખેડૂતોએ સ્વ-અનુભવો વર્ણવી પ્રાકૃતિક કૃષિની મહત્તા સમજાવી હતી. નાયબ ખેતી નિયામક(તાલીમ),…
Read More