મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો અમેરિકા પ્રવાસ

હિન્દ ન્યુઝ, ગાંધીનગર    મુખ્યમંત્રીએ ન્યૂયોર્કમાં જેપી મોર્ગન, ટિલમેન ગ્લોબલ હોલ્ડિંગ, ઉબર અને ગોલુબ કેપિટલના પ્રતિનિધિઓ સાથે વન-ટુ-વન બેઠક યોજી, IBM રિસર્ચની મુલાકાત લીધી. 🔹 અમેરિકાની આ મુલાકાતથી ગુજરાતમાં વૈશ્વિક રોકાણ અને અદ્યતન ટેક્નોલોજીના નવા દ્વાર ખુલશે 🔹 ગિફ્ટ સિટીમાં વૈશ્વિક નાણાકીય સંસ્થાઓનો વધતો વિશ્વાસ, ધોલેરામાં ડેટા સેન્ટર અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે નવી તકો મળશે 🔹 AI, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ અને સેમિકન્ડક્ટર ક્ષેત્રે સંશોધન સહયોગની દિશા મજબૂત થશે ➡️ મુખ્યમંત્રીની આ મુલાકાતથી રાજ્યના વિકાસ મોડેલમાં વૈશ્વિક રોકાણ, આધુનિક ટેક્નોલોજી, પોલિસી બેઝ્ડ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ, રિસર્ચ અને ઇનોવેશનના સમન્વય માટે પરસ્પર સહયોગની સંભાવનાઓ…

Read More

અમરેલીમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગની સઘન ચેકિંગ કામગીરી

હિન્દ ન્યુઝ, અમરેલી 🔎 ૨૩ ફૂડ બિઝનેસ એકમોની તપાસ 🗑️ રૂ. ૨,૬૯૦નો ખાદ્ય જથ્થો નાશ 🧀 એનાલોગ પનીર મામલે જિલ્લામાં ૪૮ એકમોની તપાસ, ૫૧.૪ કિ.ગ્રા. પ્રતિબંધિત પનીર જપ્ત કરી નાશ કરાયું અને ૨ પેઢીના પરવાના સસ્પેન્ડ કરાયા. સ્વચ્છ ખોરાક • સુરક્ષિત આરોગ્ય • સ્વસ્થ અમરેલી

Read More

🚛 માર્ગ સલામતી સાથે ડ્રાઈવરોના સ્વાસ્થ્યની પણ કાળજી!

હિન્દ ન્યુઝ, અમરેલી બાબરા ખાતે માર્ગ સલામતી અંતર્ગત ડ્રાઈવરો માટે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો. 🩺 ૧૫૨ ડ્રાઈવરોની • બી.પી. • ડાયાબિટીસ • આંખોની તપાસ કરવામાં આવી.    આ સાથે વાહનચાલકોને માર્ગ સલામતી, સીટબેલ્ટના ઉપયોગ, ઓવરસ્પીડથી બચવા તથા વાહન ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ ન કરવા અંગે જાગૃત કરવામાં આવ્યા. 🚑 PM-RAHAT યોજના અને રાહવીર યોજના અંગે પણ ડ્રાઈવરોને માહિતી આપવામાં આવી. સુરક્ષિત ડ્રાઈવિંગ • સ્વસ્થ ડ્રાઈવર • અકસ્માતમુક્ત માર્ગ 

Read More

અમરેલી બનશે વધુ હરિયાળું…

હિન્દ ન્યુઝ, અમરેલી  અમરેલી ખાતે ઊર્જા અને કાયદો રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો ૭૭મો વન મહોત્સવ યોજાયો. 🌿 ‘એક પેડ મા કે નામ’ અભિયાન સાથે દરેક વ્યક્તિ પોતાના નામે ૫ વૃક્ષો વાવે અને જતન કરે : રાજ્યમંત્રીશ્રી 🌳 અમરેલી જિલ્લામાં અત્યાર સુધીમાં ૧૧ વન કવચનું નિર્માણ 🌱 વર્ષ ૨૦૨૬-૨૭માં ૮ હેક્ટર વિસ્તારમાં વધુ ૮ નવા વન કવચનું નિર્માણ થશે 🌾 ૧૫ લાખ રોપા વિતરણ માટે ઉપલબ્ધ 🌱 આશરે ૪૩૦ હેક્ટરમાં ૨ લાખ રોપાના વાવેતરનો લક્ષ્યાંક આ પ્રસંગે પોતાના ખેતરમાં વૃક્ષો વાવી તેનું સફળતાપૂર્વક જતન કરનારા લાભાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું.…

Read More

અમરપુર વરૂડીમાં નવા નીરનું આગમન… ખુશીઓનું આગમન!

હિન્દ ન્યુઝ, અમરેલી અમરેલી તાલુકાના અમરપુર વરૂડી મુકામે ઊર્જા અને કાયદો રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે નવા નીરના વધામણા કરવામાં આવ્યા. 🌊 જળાશયોમાં નવા નીરની આવક 🌱 ખેડૂતોમાં ખુશીની લહેર 💧 જળસંચયથી સમૃદ્ધિની નવી આશા રાજ્યમંત્રીએ જળાશય ખાતે નવા નીરનું પૂજન કરી વધામણા કર્યા અને વરસાદી પાણીના સંચય તથા જળસ્રોતોના જતન માટે સૌને સંકલ્પબદ્ધ થવા અનુરોધ કર્યો. વરસાદનું દરેક ટીપું અમૂલ્ય છે… જળસંચય એ જ સમૃદ્ધિનો આધાર છે! 

Read More

ડાંગ જિલ્લાના ખેડૂતો માટે બાગાયતી યોજનાઓ હેઠળ આઇ-ખેડૂત પોર્ટલ ૨.૦ પર ઓનલાઇન અરજીઓ શરૂ

હિન્દ ન્યુઝ, ડાંગ     બાગાયત વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ માટે નવીન આઇ-ખેડૂત પોર્ટલ ૨.૦ પર વિવિધ ઘટકો હેઠળ સહાય મેળવવા માટે ડાંગ જિલ્લાના બાગાયતદાર ખેડૂતો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે. યોજનાવાર ઓનલાઇન અરજી કરવાનો સમયગાળો જેમાં ૧. ઔષધિય પાકો (Medicinal Plants) તા. ૨૦/૦૮/૨૦૨૬ થી તા. ૩૧/૦૮/૨૦૨૬, ૨. કોમ્પ્રેહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલોપમેન્ટ પ્રોગ્રામ, તા. ૨૦/૦૮/૨૦૨૬ થી તા. ૨૬/૦૮/૨૦૨૬, ૩. કૃષિ યાંત્રીકરણમાં પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ, તા. ૨૦/૦૮/૨૦૨૬ થી તા. ૦૩/૦૯/૨૦૨૬, ૪. શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન, તા. ૨૦/૦૮/૨૦૨૬ થી તા. ૨૬/૦૮/૨૦૨૬.  ડાંગ જિલ્લાના બાગાયતદાર ખેડૂતોએ વર્ષ ૨૦૨૬-૨૭ માટે નવીન આઇ ખેડુત પોર્ટલ…

Read More

બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન (RSETI), આહવા ખાતે ૧૦ દિવસીય મશરૂમ તાલીમ પુર્ણ થતાં પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, બરોડા     ગ્રામીણ વિકાસ મંત્રાલય, ભારત સરકાર દ્વારા પ્રાયોજિત તથા બેન્ક ઓફ બરોડા દ્વારા સંચાલિત બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન (RSETI), આહવા અને ડાંગ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સંયુક્ત ઉપક્રમે તા. ૧૧/૦૮/૨૦૨૬ થી ૨૦/૦૮/૨૦૨૬ દરમિયાન કાલીબેલ ગામ ખાતે ૧૦ દિવસીય મશરૂમ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સખી મંડળની ૩૫ બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ તાલીમ દરમિયાન તાલીમાર્થી બહેનોને મશરૂમની ખેતી, ઉત્પાદન, સંભાળ, પેકિંગ, માર્કેટિંગ તેમજ બજારમાં વેચાણ અંગે નિષ્ણાતો દ્વારા સૈદ્ધાંતિક અને પ્રાયોગિક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તાલીમના ભાગરૂપે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (KVK), વઘઈ ખાતે એક દિવસીય…

Read More

HNSB સાયન્સ કોલેજ, હિંમતનગર ખાતે “માસિક સ્વચ્છતા અને એચપીવી રસીકરણ” અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો! 

હિન્દ ન્યુઝ, બનાસકાંઠા  કોલેજના આંતરિક ગુણવત્તા ખાતરી સમિતિ (IQAC) ના આયોજન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં આશરે ૧૫૦ વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમની મુખ્ય વિગતો: તબીબી માર્ગદર્શન: ભગવતી સ્ત્રીરોગ હોસ્પિટલના સ્ત્રીરોગ નિષ્ણાત ડૉ. યામિની પટેલ દ્વારા માસિક સ્વચ્છતા, વ્યક્તિગત સ્વાસ્થ્ય અને HPV રસીકરણના મહત્વ અંગે વૈજ્ઞાનિક માહિતી આપવામાં આવી. પ્રશ્નોત્તરી સત્ર: વિદ્યાર્થીનીઓના આરોગ્ય સંબંધિત પ્રશ્નો અને શંકાઓના નિવારણ માટે વ્યક્તિગત માર્ગદર્શન સત્ર યોજાયું. મુખ્ય હેતુ: યુવતીઓમાં સ્વાસ્થ્યપ્રદ આદતો કેળવાય, HPV સામે રક્ષણ મળે અને સમયસર તબીબી સલાહ મેળવવા પ્રોત્સાહન મળે. આ પ્રસંગે કોલેજના પ્રિન્સિપાલ ડૉ. પંકજ એસ. પટેલ, ડૉ. કુંજલ દીક્ષિત…

Read More

PMNAM (પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટીસશીપ મેળા)નું આયોજન

હિન્દ ન્યુઝ, જૂનાગઢ      સરકારી આઈ.ટી.આઈ. જૂનાગઢ ખાતે આચાર્ય ભગીરથસિંહ જાળીયાના માર્ગદર્શન હેઠળ PMNAM (પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટીસશીપ મેળા)નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભરતી મેળામાં જૂનાગઢ જિલ્લાના સરકારી તેમજ ખાનગી ક્ષેત્રના વિવિધ એકમો દ્વારા વિવિધ ટ્રેડમાં એપ્રેન્ટીસ ઉમેદવારોની બહોળા પ્રમાણમાં ભરતી કરવામાં આવી હતી. જેમાં GSRTC જૂનાગઢ, જૂનાગઢ ડેરી, નગરપાલિકા વંથલી, આલ્ફા મશીન ટૂલ્સ, જૂનાગઢ જ્વેલરી પ્રા. લિ., ઉષા બ્રેકો, જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન, પરફેક્ટ મોટર્સ, સામન્વય હોસ્પિટલ તથા ફર્ન હોટેલ, જૂનાગઢ સહિતના એકમો ઉપસ્થિત રહ્યા હતા. આ ભરતી મેળામાં વિવિધ વ્યવસાયોમાં એપ્રેન્ટીસશીપ માટે કુલ ૫૫૭ ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા.…

Read More

ડાંગ જિલ્લા પ્રભારી મંત્રી ડો.જયરામભાઇ ગામીતે સાપુતારા ખાતે રાખી મેળાની મુલાકાત લીઘી

હિન્દ ન્યુઝ, ડાંગ   ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા ખાતે ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિ. તથા મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે તા. ૧૪ ઓગસ્ટથી તા. ૨૩ ઓગસ્ટ, ૨૦૨૬ દરમિયાન ‘રાખી મેળા’નું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ડાંગ જિલ્લાની મુલાકાતે પધારેલ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી ડો.જયરામભાઇ ગામીતે આજરોજ રાખી મેળાની મુલાકાત લઇ મહિલા કારીગરોને પ્રોત્સાહિત કરી હતી.  ‘સ્વદેશી રાખી–સ્વાવલંબનની ડોરી’ની થીમ સાથે શરૂ થયેલ આ મેળો મહિલા કારીગરો તથા સ્વસહાય જૂથોને તેમની હસ્તકલા અને ઉત્પાદનોના વેચાણ માટે પ્લેટફોર્મ મળી રહે અને મહિલાઓમાં આત્મનિર્ભરતા તથા રોજગારીની તકોને પ્રોત્સાહન મળે તે…

Read More