ગાંધીનગર જિલ્લા કલેક્ટર મેહુલ દવે દ્વારા સ્થળ મુલાકાત લીધી

હિન્દ ન્યુઝ, ગાંધીનગર

આજરોજ જિલ્લા કલેકટર, ગાંધીનગર ધ્વારા દહેગામ તાલુકા ખાતે મોજે.ઈસનપુર ડોડીયા ગામ ખાતે આવેલ પ્રાથમિક અને માધ્યમિક શાળાની મુલાકાત લીધી તથા ત્યાં ઉપસ્થિત નાગરીકો સાથે જરૂરી સંવાદ કર્યો તથા જરૂરી સૂચન કર્યાં



આજરોજ ગાંધીનગર જિલ્લા કલેક્ટર મેહુલ દવે દ્વારા હરખજીના મુવાડા ખાતે કાર્યરત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેવામાં આવી.

આ મુલાકાત દરમિયાન કલેક્ટરએ આરોગ્ય કેન્દ્રના રજીસ્ટર્સની ચકાસણી કરી તેમજ ઉપસ્થિત દર્દીઓ સાથે સંવાદ સાધી નાગરિકોને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ મળી રહે તે હેતુથી હેલ્થ સ્ટાફને જરૂરી સૂચનાઓ આપી.



આજરોજ ગાંધીનગર જિલ્લા કલેક્ટર મેહુલ દવે દ્વારા હરખજીના મુવાડા ગ્રામ પંચાયતની રૂબરૂ મુલાકાત લઈ દફ્તરની તપાસણી કરવામાં આવી અને જનસુવિધાની કામગીરી વધુ સુવ્યવસ્થિત બને તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.



આજ રોજ ગાંધીનગર જિલ્લા કલેક્ટરશ્રી મેહુલ દવે સાહેબ ધ્વારા ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના હરખજીના મુવાડા ગામની મુલાકાત લીધી તેમજ ગ્રામજનો સાથે લોકસંવાદ સાધી વહીવટીતંત્રની સંવેદનશીલતા પ્રગટ કરી.



આજે જિલ્લા કલેક્ટર મેહુલ કે. દવે દ્વારા દહેગામ તાલુકા સેવા સદનમાં આવેલ નવીન આધુનિક જનસેવા કેન્દ્રની મુલાકાત લેવામાં આવી.

આ મુલાકાત દરમિયાન કલેક્ટરએ આધાર કાર્ડ વિભાગ, એટીવીટી શાખા તથા સબ-રજીસ્ટ્રાર કચેરીની કામગીરીની ચકાસણી કરી અને નાગરિકોને સમયસર, પારદર્શક તથા સુવ્યવસ્થિત સેવાઓ મળે તે માટે અધિકારીઓને સૂચનાઓ આપી.



આજરોજ જિલ્લા કલેક્ટર મેહુલ દવે દ્વારા દહેગામ તાલુકાના હરખજીના મુવાડા ગામે આવેલી વ્યાજબી ભાવની દુકાનની મુલાકાત લઈ અનાજ વિતરણની પ્રક્રિયાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી.

આ અવસરે કલેક્ટરએ ઉપસ્થિત લાભાર્થીઓ સાથે રૂબરૂ સંવાદ કરી અને વિતરણ વ્યવસ્થા સુવ્યવસ્થિત તથા પારદર્શક બને તે માટે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી.



આજ રોજ ગાંધીનગર જિલ્લા કલેક્ટર મેહુલ દવે સાહેબ ધ્વારા ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના હરખજીના મુવાડા ગામની મુલાકાત લીધી તેમજ ગ્રામજનો સાથે લોકસંવાદ સાધી વહીવટીતંત્રની સંવેદનશીલતા પ્રગટ કરી.

Related posts

Leave a Comment