ગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં નિમણૂંક પત્રો એનાયત

હિન્દ ન્યુઝ, ગુજરાત

    મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC)ના 3084 ડ્રાઈવર તથા 1658 હેલ્પર કક્ષાના ઉમેદવારોને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, વાહનવ્યવહાર રાજ્યમંત્રી પ્રવિણભાઈ માળી તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં નિમણૂંક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા.

મુખ્યમંત્રી દ્વારા આ પ્રસંગે એસ.ટી. બસના ડ્રાઇવરોને અત્યાધુનિક તાલીમ ઉપલબ્ધ કરાવી ડ્રાઇવિંગ ક્ષેત્રે નવો માપદંડ સ્થાપિત થાય તે હેતુથી ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમની ‘GSRTC જનસારથી ડ્રાઇવિંગ સ્કૂલ’નું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રીએ આ અવસરે રાજ્યના વિકાસને ગતિ આપતી એસ.ટી બસ સેવા સાથે આજે જોડાયેલા નવનિયુક્ત કર્મચારીઓને અભિનંદન સહ શુભેચ્છા પાઠવવાની સાથોસાથ નાગરિકોને સુગમ-સુખદ સફરની અનુભૂતિ કરાવવા બાબતે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં છેવાડાના માનવી સુધી સુવિધાઓ પહોંચાડવા રાજ્ય સરકાર પ્રત્યનશીલ છે. મુખ્યમંત્રીએ રાજ્યમાં વિસ્તરેલી એસ.ટી.ની અસરકારક, આરામદાયક અને અત્યાધુનિક પરિવહન સેવાઓની રૂપરેખા આપી વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

Related posts

Leave a Comment