હિન્દ ન્યુઝ, ઝાલોદ દાહોદ icds વિભાગ દ્વારા ઝાલોદ ખાતે ઘટક-૧, ૨ અને ૩ ની સંયુક્ત માસિક મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક અંતર્ગત જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ડૉ. સુધીર જોશી, જિલ્લા પ્રોગ્રામ આસિસ્ટન્ટ ધર્મિષ્ઠાબેન રાવત તથા જિલ્લા ‘સુપોષિત દાહોદ’ કન્સલ્ટન્ટ રાકેશભાઈ પગી દ્વારા ઝાલોદ વિસ્તારના ત્રણ આંગણવાડી કેન્દ્રોની આકસ્મિક સપ્રમાણ મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન અધિકારીઓ દ્વારા આંગણવાડી કેન્દ્રોમાં સ્વચ્છતા, પૂર્વ પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા તથા આંગણવાડીમાંથી મળતા તમામ સરકારી લાભો યોગ્ય લાભાર્થીઓ સુધી પહોંચે છે કે નહીં તે અંગે સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી. સરકાર દ્વારા…
Read MoreDay: July 24, 2026
ભારે વરસાદ વચ્ચે વડોદરા શહેરને સ્વચ્છ અને સુરક્ષિત રાખવા મહાનગરપાલિકાની ટીમો મેદાનમાં
હિન્દ ન્યુઝ, વલસાડ વડોદરામાં ભારે વરસાદ ચાલુ રહેતાં, વડોદરા મહાનગરપાલિકાએ સ્વચ્છતા જાળવવા અને પાણીથી ફેલાતા રોગોનો ઉપદ્રવ અટકાવવા માટે સફાઈ અને ગટર કામગીરી વધુ ઝડપી બનાવી છે. પડકારજનક હવામાન પરિસ્થિતિઓ છતાં શહેર સ્વચ્છ અને આરોગ્યપ્રદ રહે તે માટે સફાઈ કર્મચારીઓ અથાક મહેનત કરીને કચરો દૂર કરી રહ્યા છે અને કાદવ-કીચડ સાફ કરી રહ્યા છે. વરસાદી પાણીના ઝડપી નિકાલ, રસ્તાઓને કચરામુક્ત રાખવા અને વાહનચાલકો તથા રાહદારીઓની અવરજવર સતત ચાલુ રહે તે સુનિશ્ચિત કરવા માટે અલગ-અલગ વિસ્તારોમાં VMCની રોબોટિક ક્લીનિંગ મશીન અને ટ્રેક્ટર ટીમો તૈનાત કરવામાં આવી છે. મહાનગરપાલિકાએ જણાવ્યું હતું…
Read Moreકાર્યસ્થળ પર મહિલાઓની જાતીય સતામણી અટકાવવા કાનૂની માર્ગદર્શન શિબિર યોજાઈ
હિન્દ ન્યુઝ, સુરત સુરત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને આઇ.સી.સી. (ઇન્ટરનલ કમ્પ્લેઇન્ટ કમિટી) સુરત ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટના સંયુક્ત ઉપક્રમે ગત રોજ ઘોડદોડ રોડ સ્થિત સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) ની મુખ્ય શાખા ખાતે બેંકના કર્મચારીઓ માટે પોશ એક્ટ (POSH Act – પ્રોટેક્શન ઓફ વુમન ફ્રોમ સેક્સ્યુઅલ હેરાસમેન્ટ એક્ટ-2013) વિષય પર એક વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી ડી. આર. જોષીએ કાર્યક્રમનું પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. એસ. વી. મુદલિયાર,ICC કમિટીના અધ્યક્ષ અને સિનિયર સિવિલ જજએ પોશ એક્ટ અંગે કાયદાકીય સમજ આપતા…
Read Moreસચિન GIDC ખાતે કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ-POSH એક્ટ અંગે જાગૃતિ સેમિનાર યોજાયો
હિન્દ ન્યુઝ, સચિન મહિલા અને બાળ અધિકારીની કચેરી,સુરત દ્વારા સચિન GIDC ખાતે પોશ એક્ટ(POSH Act – પ્રોટેક્શન ઓફ વુમન ફ્રોમ સેક્સ્યુઅલ હેરાસમેન્ટ) વિષય પર એક સેમિનાર યોજાયો હતો. જેમાં ૧૫૦થી વધુ મહિલા અને પુરુષ કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સેમિનારનો મુખ્ય હેતુ મહિલાઓ માટે સુરક્ષિત, સન્માનજનક અને જાતીય સતામણીમુક્ત કાર્યસ્થળ અંગે જાગૃતિ લાવવાનો હતો. કાર્યક્રમ દરમિયાન વિવિધ વક્તાઓએ POSH અધિનિયમ-૨૦૧૩ હેઠળ મહિલાઓના અધિકારો, કાર્યસ્થળે જાતીય સતામણી અટકાવવાના ઉપાયો, સમયસર ફરિયાદ નોંધાવવાનું મહત્વ તેમજ ફરિયાદોના ન્યાયસંગત નિવારણ માટે રચાતી આંતરિક ફરિયાદ સમિતિની ભૂમિકા અંગે વિગતવાર…
Read Moreદાહોદમાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા વરસાદથી અસરગ્રસ્ત રસ્તાઓની ઇકકો ફિક્સ મટીરીયલથી પેચ વર્ક અને રસ્તા ઉપર ભરાયેલ પાણીના નિકાલની કામગીરી કરાઇ
હિન્દ ન્યુઝ, દાહોદ દાહોદ જિલ્લામાં વરસાદથી અસરગ્રસ્ત દાહોદ જેસાવાડા રોડ અને લીમખેડા ખાતે રસ્તા ઉપર ભરાયેલ પાણી નિકાળની કામગીરી અને ઇકકો ફિક્સ મટીરીયલથી પેચ વર્કની કામગીરી માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ દાહોદ કામગીરી શરૂ કરવામાં આવી છે. જાહેર જનતાને સુરક્ષિત અને સુગમ વાહન વ્યવહાર મળી રહે તે હેતુસર તાત્કાલિક માર્ગ અને મકાન વિભાગ સ્ટેટની તકનિકી ટીમ દ્વારા સ્થળ પર સર્વેક્ષણ કરી માર્ગોની નુકસાનગ્રસ્ત સપાટીના મરામતની કામગીરી માટે ડામર વડે પેચવર્કનો આરંભ કરવામાં આવ્યો છે. મશીનરી અને માનવ શક્તિના સંકલિત ઉપયોગ થકી આ કામગીરી ઝડપથી પૂર્ણ થાય એ રીતે યુધ્ધના…
Read Moreગાંધીનગર જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે વહીવટી તંત્ર પૂરજોશમાં સજ્જ!
હિન્દ ન્યુઝ, ગાંધીનગર ગાંધીનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે નાગરિકોની સુરક્ષા માટે તંત્ર સતર્ક બન્યું છે. આજરોજ કલેક્ટર રવિન્દ્ર ખતાલે, નિવાસી અધિક કલેક્ટર વિપુલ ઠક્કર અને અધિક કલેક્ટર અમિત પરમાર દ્વારા જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની મુલાકાત લેવામાં આવી હતી. મુખ્ય બાબતો: 🔹 વરસાદી સ્થિતિ, વીજ પુરવઠો અને રસ્તાઓની સ્થિતિ અંગેની સમીક્ષા કરી. 🔹 કંટ્રોલ રૂમ ખાતે ૨૪ કલાક સતર્ક રહીને નાગરિકોની ફરિયાદો પર ત્વરિત કામગીરી કરવા જરૂરી માર્ગદર્શન આપ્યું. 🔹 કોઈપણ આપાતકાલીન સ્થિતિમાં પહોંચી વળવા અને ત્વરિત રાહત-બચાવ કામગીરી માટે સ્ટાફને સૂચના આપી. જિલ્લા વહીવટી તંત્ર દરેક પરિસ્થિતિને પહોંચી વળવા…
Read Moreડાંગ જિલ્લા કલેક્ટર એન. ડી. પરમારના અધ્યક્ષ સ્થાને ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટીની ગવર્નિંગ બોડી સહિત શ્રેણીબદ્ધ આરોગ્યલક્ષી બેઠકો યોજાઈ
હિન્દ ન્યુઝ, ડાંગ ડાંગ જેવા અંતરિયાળ વિસ્તારોમાં ખાસ કરીને માતા અને બાળ મૃત્યુના કેસો ના થાય તે માટે પુર્ણ તકેદારી રાખવા, સાથે બની ગયેલ કેસો માંથી શિખ મેળવી અપમૃત્યુના કેસો ના બને તે માટે તંત્રએ સજ્જ રહેવા સાથે ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને અસરકારક કાઉન્સેલિંગ અને ટ્રેકિંગ ઉપર વધુ લક્ષ કેન્દ્રિત કરવાની, ડાંગ કલેકટર શ્રી એન. ડી. પરમારે હિમાયત કરી છે. જિલ્લા સેવા સદન ખાતે આયોજિત આરોગ્ય વિભાગની શ્રેણીબદ્ધ બેઠકોમાં જુદી જુદી કામગીરીઓની સૂક્ષ્મ છણાવટ કરતા કલેક્ટર શ્રી એન. ડી. પરમારે ગ્રામ્ય વિસ્તારોમાં માતાઓને આરોગ્યપ્રદ અને સ્વચ્છ જીવનશૈલી મળે તેનુ…
Read Moreકોઝવે અને નાળાંની સઘન સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી.
હિન્દ ન્યુઝ, તાપી તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના શ્રવણીયા એપ્રોચ રોડ પર પંચાયત (માર્ગ અને મકાન) વિભાગ દ્વારા કોઝવે અને નાળાંની સઘન સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી. જેસીબી મશીન અને શ્રમિકોની મદદથી કોઝવે તથા નાળાંની ત્વરિત સફાઈ કામગીરી પૂર્ણ કરી, જેના પરિણામે પાણીના વહેણને પૂર્વવત કરવામાં આવ્યું અને માર્ગ પરની અવરજવર સુચારુ બનાવવામાં આવી.
Read Moreઅમદાવાદ શહેર વરસાદ અપડેટ…
હિન્દ ન્યુઝ, અમદાવાદ ગઈકાલથી અમદાવાદ શહેરમાં ભારે વરસાદ ચાલુ છે અને તેમાં બોપાલ-ઘુમા વિસ્તારમાં ગઈકાલે સવારે 6:00 વાગ્યાથી અત્યાર સુધીમાં કુલ 491 mm વરસાદ નોંધાયો છે. આ ભારે વરસાદને કારણે વિસ્તારમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે કે જેના પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાણીના ઝડપી નિકાલ અને રાહત-બચાવની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે.
Read Moreઅમદાવાદ શહેર વરસાદ અપડેટ…
હિન્દ ન્યુઝ, અમદાવાદ અમદાવાદ શહેરમાં બી ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ઈન્કમટેક્સ અંડરપાસ, ઉસ્માનપુરા અંડરપાસ, નિર્ણયનગર અંડરપાસ, પ્રગતિનગર અંડરપાસ સંપૂર્ણ કાર્યરત છે. જ્યારે મીઠાખળી અંડરપાસ સિંગલ લેન ચાલુ છે. વધારે વરસાદની સ્થિતિમાં નવરંગપુરા રેલવે ક્રોસિંગ, નારણપુરા રેલવે ક્રોસિંગ, વિજય રેલવે ક્રોસિંગનો ઉપયોગ કરવા વિનંતી છે.
Read More