હિન્દ ન્યુઝ, અમદાવાદ વન વિભાગની ટીમ સતર્ક અને સજ્જ તથા દીપડાની ઘનિષ્ઠ તપાસ ચાલુ તા. 20/7/2026ના રોજ શરણ દીપ સોસાયટી, ઘુમામાં વહેલી સવારે દીપડો સીસીટીવીમાં કેદ થતાં વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી તથા આસપાસના વિસ્તારમાં રેકી કરવી, દીપડો પકડવા માટેના પાંજરા મૂકવા, વન વિભાગના વેટનરી ડૉક્ટર તથા રેસ્ક્યુઅરની ટીમ તેમજ 20થી વધુ ગાર્ડ/ફોરેસ્ટરની ટીમ તમામ સાધન સામગ્રી સાથે ત્યાં ઉપસ્થિત છે. DCF અમદાવાદ (નાયબ વન સંરક્ષક, અમદાવાદ)ની વિનંતી છે કે ખોટી અફવાઓ ન ફેલાવવામાં આવે, દીપડો સાંજે અને રાતના સમયે નીકળતો હોય તથા માનવ તેનો કુદરતી ખોરાક ન…
Read MoreMonth: July 2026
સતર્ક અને સજ્જ અમદાવાદ સામાજિક વનીકરણ વિભાગની ટીમ
હિન્દ ન્યુઝ, અમદાવાદ દીપડા બાબતે વન વિભાગ અમદાવાદ દ્વારા ઘનિષ્ઠ તપાસ ચાલુ છે તથા તેઓની 30થી વધારાની ટુકડી ઘુમા, શેલા અને બોપલના અલગ અલગ વિસ્તારોની અંદર વિવિધ રીતે નિરીક્ષણ કરી રહી છે તેમજ ડાયરેક્ટ તથા ઈનડાયરેક્ટ તમામ પ્રકારના પુરાવાઓ ભેગા કરવાનું કામ ચાલુ છે
Read Moreગણદેવી તાલુકાના અજરાઈ ગામ તરફના માર્ગ પર પાણી ભરાતા તંત્રએ અવરજવર પર પ્રતિબંધ મૂક્યો
હિન્દ ન્યુઝ, નવસારી નવસારી જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે ગણદેવી તાલુકાના અજરાઈ ગામ તરફ જવાના માર્ગ પર પાણી ફરી વળતાં સલામતીના હેતુસર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ માર્ગ અસ્થાયી ધોરણે અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે. રસ્તા પર પાણીનું સ્તર વધતા વાહનચાલકો તથા રાહદારીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી કોઈપણ વ્યક્તિએ બંધ કરાયેલા માર્ગ પરથી પસાર થવાનો પ્રયાસ ન કરવો તેમજ તંત્રની સૂચનાઓનું પાલન કરવા જણાવાયું છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્થળ પર સતત…
Read Moreનવસારી જિલ્લામાં સતત વરસાદને પગલે સલામતીના હેતુસર ૧૧૫૫ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ
હિન્દ ન્યુઝ, નવસારી નવસારી જિલ્લામાં ભારે વરસાદને પગલે જિલ્લાના વિવિધ તાલુકાઓમાં માર્ગો પર પાણી ફરી વળવા, ઓવરટોપિંગ, કોઝવે ઉપરથી પાણી વહેવા, રેલવે અંડરપાસમાં પાણી ભરાવાના કારણે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જાહેર જનતાની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને કુલ ૧૫૫ માર્ગો વાહનવ્યવહાર માટે તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવ્યા છે.બંધ કરાયેલા માર્ગોમાં મુખ્યત્વે નવસારી તાલુકાના ૨૧ , જલાલપોર તાલુકાના ૧૭ , ગણદેવી તાલુકાના ૩૦ , ચીખલી તાલુકાના ૪૪ , ખેરગામ તાલુકાના ૧૪ અને વાંસદા તાલુકાના ૨૯ જેવા વિવિધ પંચાયતના મુખ્ય જિલ્લા માર્ગો તથા અન્ય ગ્રામ્ય માર્ગોનો સમાવેશ થાય છે. …
Read Moreનવી સિવિલ હોસ્પિટલ અને સુડા ભવન ખાતે રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના સભ્ય કરમસિંઘ કર્માની અધ્યક્ષતામાં સફાઈ કર્મચારીઓના પ્રશ્નો અંગે સમીક્ષા બેઠક યોજાઈ
હિન્દ ન્યુઝ, સુરત રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગ(NCSK) સભ્યશ્રી કરમસિંઘ કર્માની અધ્યક્ષતામાં સફાઈ કર્મચારીઓના વિવિધ પ્રશ્નો અંગે નવી સિવિલ હોસ્પિટલ અને સુડા ભવન,વેસુ ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં નવી સિવિલ અને સુડાના ઉચ્ચ અધિકારીઓ, વિવિધ સફાઈ કામદાર મંડળોના પ્રતિનિધિઓ તેમજ સફાઈ કામદારોને માર્ગદર્શિત કરતા જણાવ્યું કે, તમામ સફાઈ કર્મચારીઓ માટે સુરક્ષિત કાર્યકારી વાતાવરણ સુનિશ્ચિત કરવા માટે શૂન્ય મેન્યુઅલ સ્કેવેન્જિંગ અને યાંત્રિક કામગીરી અપનાવવાની પ્રક્રિયાને વેગ આપવા પર વિશેષ ભાર મૂકયો હતો. કામદારોના કલ્યાણ, ગરિમા અને કામકાજની સ્થિતિની સુરક્ષા કરવી એ આપણી તેમજ દરેક…
Read Moreભારે વરસાદને કારણે વાંસદા તાલુકાના ખાનપુર ગામે ગવળી ફળિયા તરફ જતો માર્ગ ધોવાઈ જતા અવરજવર માટે બંધ
હિન્દ ન્યુઝ, નવસારી નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ખાનપુર ગામે ગવળી ફળિયા તરફ જતો માર્ગ સતત ભારે વરસાદના કારણે ધોવાઈ ગયો હોવાથી માર્ગ પર અવરજવર જોખમી બન્યો છે. લોકોની સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા સંબંધિત તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી બેરીકેડ મૂકી માર્ગ બંધ કરવામાં આવ્યો છે. જ્યાં સુધી માર્ગનું સમારકામ પૂર્ણ ન થાય અને અવરજવર માટે સુરક્ષિત ન બને ત્યાં સુધી આ માર્ગ પરથી પસાર ન થવા ગ્રામજનો અને વાહનચાલકોને અપીલ કરવામાં આવે છે. સ્થાનિક તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે તેમજ માર્ગના…
Read Moreમાણસા કોલેજ ખાતે સ્વરોજગાર અને કૌશલ્ય વિકાસ અંગે IEC જાગૃતિ કાર્યક્રમ યોજાયો!
હિન્દ ન્યુઝ, ગાંધીનગર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (DRDA) ગાંધીનગર અને બેંક ઓફ બરોડા સંચાલિત RSETI, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે એસ.ડી. આર્ટ્સ એન્ડ શાહ બી.આર. કોમર્સ કોલેજ, માણસા ખાતે વિશેષ IEC (Information, Education & Communication) કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમના મુખ્ય અંશો: 🎯 સ્વરોજગાર અને કૌશલ્ય વિકાસ: વિદ્યાર્થીઓને ઉદ્યોગ સાહસિકતા અને કૌશલ્ય વર્ધક કોર્સ અંગે માહિતી અપાઈ. 🏠 RSETI ની નિઃશુલ્ક તાલીમ: નિઃશુલ્ક રહેણાંક તાલીમ, વ્યવસાયલક્ષી કોર્સ, બેંક લોન સહાય અને સરકારી સબસિડી યોજનાઓ વિશે તજજ્ઞો દ્વારા વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું. 👩🎓 મહિલા સશક્તિકરણ: યુવતીઓ આત્મનિર્ભર બને તે હેતુથી…
Read Moreચાઈલ્ડ હેલ્પલાઈન 1098 અને RPF દ્વારા સુરત રેલવે સ્ટેશન પર બાળ સુરક્ષા અંગે જાગૃતિ અભિયાન
હિન્દ ન્યુઝ, સુરત ચાઈલ્ડ હેલ્પલાઈન-1098 અને રેલવે સુરક્ષા દળ (RPF)ના સંયુક્ત ઉપક્રમે સુરત રેલવે સ્ટેશન પરિસરમાં બાળ સુરક્ષા અંગે જનજાગૃતિ અભિયાન યોજાયું હતું. જેમાં હેલ્પલાઈનના દીપક જાયસવાલ, દિવ્યા મહાકાલ, સુપરવાઈઝર રિતલ ડામોર, કેસ વર્કર ખુશ્બુ ચૌધરી તેમજ RPFના ઉપનિરીક્ષક આનંદ ગણપત તીપ્પે, ASI પાંડે અને દક્ષાબેનના સહયોગથી યાત્રીઓ, વાલીઓ અને બાળકોને ચાઈલ્ડ હેલ્પલાઈનની વિવિધ સેવાઓ, બાળકો માટેની કલ્યાણકારી યોજનાઓ અંગે વાકેફ કરાયા હતા. સ્ટેશન પરિસરમાં રાઉન્ડ લઈને કોઈ બાળક ભિક્ષાવૃત્તિ કરતું હોય, પરિવારથી વિખૂટું પડેલું હોય અથવા અન્ય કોઈ જોખમી પરિસ્થિતિમાં હોય તેની ચકાસણી કરાઈ…
Read Moreવઘઈ–આહવા માર્ગ પર પાણીના ભરાવની સમસ્યાના નિવારણ માટે માર્ગ અને મકાન વિભાગ રાજ્ય દ્વારા રાઉન્ડ ધ ક્લોક કામગીરી
હિન્દ ન્યુઝ, ડાંગ ડાંગ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા સતત અને ભારે વરસાદને પગલે વઘઈ–આહવા મુખ્ય માર્ગના કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણીના ભરાવની સ્થિતિ સર્જાતા વાહનવ્યવહારને અસર ન થાય અને માર્ગ સલામત રહે તે માટે ડાંગ માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) દ્વારા તાત્કાલિક ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. માર્ગ પર વરસાદી પાણીનો સરળતાથી નિકાલ થઈ શકે તે માટે રોડ સાઇડના વોટરવે, ડ્રેનેજ ચેનલો તથા પાણીના વહેણના માર્ગોની સફાઈ કરવામાં આવી રહી છે. જ્યાં પાણીના નિકાલમાં અવરોધ સર્જાયો હોય તેવા સ્થળોએ મશીનરી અને માનવબળની મદદથી અવરોધ દૂર કરવાની…
Read Moreવડોદરાના સમા-સાવલી રોડ પર કામગીરી દરમિયાન એક વીજ કર્મચારીને કરંટ લાગવાની ઘટના અંગે મીડિયામાં પ્રસારિત થયેલા અહેવાલ સંદર્ભે ઊર્જા વિભાગની સ્પષ્ટતા
હિન્દ ન્યુઝ, વડોદરા ઊર્જા વિભાગે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, ઈજાગ્રસ્ત મહેશ રાઠોડની હાલત સ્થિર છે, ઘટના બાદ તેઓને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા. તબીબી તપાસ અનુસાર, તેમના અંગૂઠા પર સામાન્ય દાઝવાના નિશાન સિવાય શરીર પર કોઈ મોટી શારીરિક ઈજા નથી અને તેમને હાલ હોસ્પિટલમાં ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે. તબીબોના જણાવ્યા અનુસાર સવારે કરાયેલ ECG અને લોહીના રિપોર્ટ સંપૂર્ણપણે નૉર્મલ આવ્યા છે, અને સાંજે 6:30 વાગ્યાની સ્થિતિએ તેમની તબિયત સામાન્ય છે.
Read More