હિન્દ ન્યુઝ, ભુજ કચ્છ જિલ્લાના શહેરી/ગ્રામ્ય તેમજ અંતરિયાળ વિસ્તારમાં આવેલા ગેસ્ટ હાઉસ તથા હોટેલોમાં ત્રાસવાદી સંગઠનોના માણસો રોકાઇને પોતાની ત્રાસવાદી પ્રવૃતિને અંજામ આપે તેમ સંભાવનાઓ રહેલી છે. આવા તત્વો બાબતે સંપૂર્ણ માહિતી મેળવી શકાય તેમજ તેમના ઉપર અંકુશ લાવી શકાય તે હેતુથી હોટલ ગેસ્ટ હાઉસના માલિકો/સંચાલકોએ નિયમોનું પાલન કરવા તેમજ ગ્રાહકની રજિસ્ટર એન્ટ્રી સાથે દરેક હોટલે પોતાના રીસેપ્સન કાઉન્ટર ઉપર ઇન્ટરનેટ કનેક્ટિવિટી સાથેનું એક કોમ્પ્યૂટર રાખી જેમાં અમદાવાદ પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવેલા PATHIK (Prograin fur Analysis of Traveller & Hotel informatics) સોફ્ટવેરમાં ઓનલાઈન મુસાફરોની એન્ટ્રી કરવાની રહેશે…
Read MoreDay: April 1, 2026
કચ્છમાં ખાનગી ટ્યૂશન ક્લાસિસ સવારે ૦૮.૦૦ કલાકથી સાંજના ૧૯-૦૦ કલાક સુધી જ ચાલુ રાખી શકાશે
હિન્દ ન્યુઝ, ભુજ ખાનગી ટ્યૂશન ક્લાસમાં વિદ્યાર્થી- વિદ્યાર્થિનીઓ રાત્રિના સમયમાં કે વહેલી સવારે ટ્યૂશન ક્લાસ ભરવા જતા હોવાનું ધ્યાને આવેલું છે અને તે દરમિયાન પછી વિદ્યાર્થિનીઓ સાથે છેડતી કે બીજા કાયદો વ્યવસ્થાને લગતા પ્રશ્નો ઉપસ્થિત થવાની શક્યતા હોઈ કચ્છ જિલ્લામાં ચાલતા ટ્યૂશન કલાસિસો માટે ચોક્કસ સમય નિયત કરવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટ આનંદ પટેલ, કચ્છ-ભુજ, દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા મુજબ કચ્છ જિલ્લાની મહેસૂલી હદમાં આવેલા ખાનગી ટ્યૂશન ક્લાસિસ સવારે ૦૮-૦૦ કલાકથી સાંજના ૧૯-૦૦ કલાક સુધી ચાલુ રાખી શકાશે. તે…
Read Moreજુના મોબાઈલ લે-વેચ કરતા તમામ વેપારીઓએ રજિસ્ટર નિભાવવાનું રહેશે
હિન્દ ન્યુઝ, ભુજ જિલ્લા મેજિસ્ટ્રેટ આનંદ પટેલ, કચ્છ-ભુજ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ ૧૬૩ અન્વયે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે, કચ્છ જિલ્લાની મહેસૂલી હદમાં આવેલા તમામ જુના મોબાઈલ લે-વેચ કરતા વેપારીઓને જુના મોબાઈલ ખરીદતી અને વેચતી વખતે વેપારીઓએ નિભાવવાનું રજિસ્ટર નિભાવવાનું રહેશે અને માંગણી કરવામાં આવે ત્યારે રજૂ કરવાનું રહશે. જેમાં મોબાઇલ ફોનની વિગત, આઇએમઈઆઇ નંબર, મોબાઈલ વેચનાર/ખરીદનારનું નામ તથા સરનામા, આઈડી પ્રૂફની વિગત અસલ પરથી ખરાઈ કરીને દર્શાવવાની રહેશે. આ હુકમ સમગ્ર કચ્છ જિલ્લાના વિસ્તાર માટે લાગુ પડશે. આ જાહેરનામું તા.૨૯/૦૫/૨૦૨૬ સુધી અમલમાં રહેશે. આ…
Read Moreલેબર કોન્ટ્રાક્ટરોએ મજૂરોને પાણી, વીજળી, રહેણાંક અને શૌચાલય વગેરે પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની રહેશે
હિન્દ ન્યુઝ, ભુજ જિલ્લા મેજિસ્ટ્રેટ આનંદ પટેલ, કચ્છ-ભુજ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે જાહેરનામું બહાર પાડીને ફરમાવવામાં આવેલું છે કે, કચ્છ જિલ્લાની મહેસૂલી હદમાં આવેલા તમામ ઔદ્યોગિક એકમો, બાંધકામની જગ્યાઓ, ઈંટના ભઠ્ઠાઓ, ખાણો ખાતે મજૂરી કરતા મજૂરોને લેબર કોન્ટ્રાક્ટરો દ્વારા પાણી, વીજળી, રહેણાંક અને શૌચાલયની પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવાની રહેશે. આ હુકમ સમગ્ર કચ્છ જિલ્લાના સમગ્ર વિસ્તાર માટે લાગુ પડશે. આ જાહેરનામું તા.૨૯/૦૫/૨૦૨૬ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર ઈસમ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે. …
Read Moreહોટેલ/ગેસ્ટ હાઉસ/લોજ/ધર્મશાળામાં આવતા જતા પ્રવાસીઓની વિગતો સાથેનું રજિસ્ટર નિભાવવાનું રહેશે
હિન્દ ન્યુઝ, ભુજ રાષ્ટ્રીય સુરક્ષા, જાહેર વ્યવસ્થા અને સલામતીને ધ્યાને લઈને કચ્છ જિલ્લામાં આવેલા ગેસ્ટ હાઉસ/હોટલ/લોજ/ધર્મશાળા પર કચ્છ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા નિયંત્રણો મૂકવામાં આવ્યા છે. જિલ્લા મેજિસ્ટ્રેટ આનંદ પટેલ, કચ્છ-ભુજ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સહિતા-ર૦ર૩ની કલમ-૧૬૩ અન્વયે કચ્છ જિલ્લાની મહેસૂલી હદમાં આવેલા તમામ હોટલ/ગેસ્ટ હાઉસ/લોજ માલિકોએ અને ધર્મશાળા સંચાલકોએ હોટલ/ગેસ્ટ હાઉસ/લોજ/ધર્મશાળામાં રહેવા આવનારા દરેક મુસાફર દ્વારા તેમના પોતાના સ્વહસ્તાક્ષરમાં અ.નં., નામ, ઉંમર, નાગરિકતા, મો.નં., સરનામું, ફોટો આઈડી પ્રુફની વિગત, મુલાકાતનું કારણ, આવ્યા તારીખ/સમય, રૂમ નં., હોટેલ છોડ્યા તારીખ/સમય, બીલ નં.તારીખ, સહી નમૂનામાં રજિસ્ટર નિભાવવાના જાહેરનામું બહાર પાડીને હુકમ…
Read Moreલેબર કોન્ટ્રાક્ટરો નોંધણી કરાવ્યા સિવાય ઔદ્યોગિક એકમોને મજૂરો પુરા પાડી શકશે નહીં
હિન્દ ન્યુઝ, ભુજ જિલ્લા મેજિસ્ટ્રેટ આનંદ પટેલ કચ્છ- ભુજ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે કચ્છ જિલ્લાની મહેસૂલી હદમાં આવેલા તમામ ઔદ્યોગિક એકમોએ લેબર કોન્ટ્રાક્ટર પાસેથી મેળવેલા મજૂરો નોંધણી કરાવવા અંગેનું જાહેરનામું બહાર પાડ્યું છે. દરેક ઔદ્યોગિક એકમો લેબર કોન્ટ્રાક્ટરોએ પ્રથમ મદદનીશ મજૂર કમિશનર, ગાંધીધામ અથવા ભુજ જે વિસ્તાર લાગુ પડે તે પ્રમાણે) પાસેથી નોંધણી કરાવી લેવાની રહેશે. ત્યારબાદ વણ નોંધાયેલા લેબર કોન્ટ્રાક્ટરો, મજૂરો પુરા પાડવાની કામગીરી કરી શકશે નહીં. આ તારીખ પછી લેબર કોન્ટ્રાક્ટરોએ મજૂર પુરા પાડતા પહેલા સંબંધિત મદદનીશ મજૂર કમિશ્નર પાસેથી નોંધણી કરાવી લેવાની…
Read Moreઅમરેલીના સણોસરા ખાતેથી ‘જળસંચય’ અભિયાનનો શંખનાદ
હિન્દ ન્યુઝ, અમરેલી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામયી ઉપસ્થિતિમાં અમરેલી તાલુકાના સણોસરા મુકામે પાણી પુરવઠા અને જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ અને ઊર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાની ઉપસ્થિતિમાં 85 ગામોના તળાવો ઊંડા કરવાની કામગીરીનો પ્રારંભ. રાજ્ય સરકારના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગની ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કંપની (GETCO) તથા ગીરગંગા પરિવાર ટ્રસ્ટના સહયોગથી અમરેલી તાલુકાના 65 અને જિલ્લાના અન્ય 20 મળી કુલ 85 ગામોમાં તળાવો ઊંડા કરવાની કામગીરી હાથ ધરાઈ. મુખ્યમંત્રી દ્વારા આ અવસરે જળસંચયના કામોથી લાભાન્વિત થનાર ગામોના સરપંચઓને તળાવો ઊંડા કરવા માટેના જેસીબી મશીનો અર્પણ કરવામાં આવ્યા. રાજ્ય સરકાર દ્વારા જિલ્લાના વિકાસ…
Read Moreસૌરાષ્ટ્રમાં દર ૧૦ માંથી ૪ લોકો તંબાકુનું સેવન કરે છે, જેમાંથી લગભગ ૫૦% લોકો તંબાકુ સંબંધિત રોગો અથવા કેન્સરથી અકાળે મૃત્યુ પામે છે
હિન્દ ન્યુઝ, જામનગર સૌરાષ્ટ્ર વિસ્તારમાં મોઢાના રોગો અને ખાસ કરીને મોઢાના કેન્સરના ચિંતાજનક રીતે વધી રહેલા દરને ધ્યાને રાખી સરકારી ડેન્ટલ કોલેજ જામનગર દ્વારા ‘હર ઘર, હર ગલી ડેન્ટિસ્ટ’ કાર્યક્રમ અંતર્ગત નિકોટીનના સંકટ વિશે જામનગર જિલ્લાના નાગરિકોને ઘરે ઘરે જઈ વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. આ વિસ્તારમાં દર ૧૦ માંથી ૪ લોકો તંબાકુનું સેવન કરે છે, જેમાંથી લગભગ ૫૦% વપરાશકર્તાઓ તંબાકુ સંબંધિત રોગો અથવા કેન્સરથી અકાળે મૃત્યુ પામે છે. આ ગંભીર પરિસ્થિતિને રોકવા માટે ‘હર ઘર, હર ગલી ડેન્ટિસ્ટ’ અભિયાન દ્વારા ડેન્ટલ કોલેજના નિષ્ણાતો સીધા લોકોના વિસ્તાર…
Read Moreકચ્છની ખેત તલાવડીમાં જીઓમેમ્બ્રેન સરકારી ખર્ચે ફીટ કરી અપાશે
હિન્દ ન્યુઝ, કચ્છ પાણીની અછત ધરાવતા વિસ્તારોમાં ખેત તલાવડીમાં જીઓમેમ્બ્રેન સરકારી ખર્ચે ફીટ કરી આપવાની ખેડૂતલક્ષી યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના અંતર્ગત પાણીની અછત ધરાવતા વિસ્તારોમાં ખેત તલાવડી બનાવવામાં આવે અને તેમાં જીઓમેમ્બ્રેન ફીટ કરવામાં આવે તો ચોમાસા દરમિયાન વરસાદી પાણીનો સંગ્રહ કરીને ખેડૂતો ખરીફ પાક બચાવવામાં અથવા રવિ સિંચાઈમાં તેનો ઉપયોગ કરી શકે છે. ખેતતલાવડીમાં સંગ્રહિત પાણી થકી ખેડૂતો તેમના પાકને પૂરક સિંચાઈ કરી વધુ પાક ઉત્પાદન મેળવી શકશે તથા સાથોસાથ ભૂગર્ભજળમાં બચાવ પણ થશે. આ માટે રાજ્યના પાણીની અછતવાળા જિલ્લાઓમાં ખેડૂતોએ સ્વખર્ચે ખોદાણ કરી…
Read Moreનાણાંકીય વર્ષના અંતે સરકારી કામકાજ માટે ટ્રેઝરી કચેરીઓ અને બેંકો ખુલ્લી રહેશે : કચ્છ કલેક્ટર આનંદ પટેલનો મહત્વપૂર્ણ આદેશ
હિન્દ ન્યુઝ, ભુજ નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૦૨૬ પૂર્ણ થઈ રહ્યું હોવાથી, ચાલુ નાણાંકીય વર્ષ દરમિયાન સરકારની ગ્રાન્ટમાંથી ટ્રેઝરી કચેરી દ્વારા અમુક ચૂકવણીઓ કરવાનું જરૂરી બને છે. આ કામગીરીને પહોંચી વળવા અને સરકારી કામકાજ સુચારુરૂપે ચાલે તે માટે, કચ્છ જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલ દ્વારા જી.ટી.આર. ૨૦૦૦ ના નિયમ ૩૦૫ હેઠળ મળેલી સત્તાની રૂએ એક મહત્વનો આદેશ બહાર પાડવામાં આવ્યો છે. આ આદેશ મુજબ, ભુજ જિલ્લા ટ્રેઝરી હેઠળની તમામ જિલ્લા ટ્રેઝરી અને સબ-ટ્રેઝરી કચેરીઓ મંગળવાર, તારીખ ૩૧મી માર્ચ ૨૦૨૬ ના રોજ સાંજે ૬:૧૦ વાગ્યા સુધી અને ત્યારબાદ આગળની સૂચના ન મળે…
Read More