હિન્દ ન્યુઝ, અમરેલી
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામયી ઉપસ્થિતિમાં અમરેલી તાલુકાના સણોસરા મુકામે પાણી પુરવઠા અને જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ અને ઊર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાની ઉપસ્થિતિમાં 85 ગામોના તળાવો ઊંડા કરવાની કામગીરીનો પ્રારંભ.
રાજ્ય સરકારના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગની ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કંપની (GETCO) તથા ગીરગંગા પરિવાર ટ્રસ્ટના સહયોગથી અમરેલી તાલુકાના 65 અને જિલ્લાના અન્ય 20 મળી કુલ 85 ગામોમાં તળાવો ઊંડા કરવાની કામગીરી હાથ ધરાઈ.
મુખ્યમંત્રી દ્વારા આ અવસરે જળસંચયના કામોથી લાભાન્વિત થનાર ગામોના સરપંચઓને તળાવો ઊંડા કરવા માટેના જેસીબી મશીનો અર્પણ કરવામાં આવ્યા.
રાજ્ય સરકાર દ્વારા જિલ્લાના વિકાસ માટે આયોજનબદ્ધ રીતે રજૂ કરેલા વિકાસના દરેક કામો મંજૂર થશે : મુખ્યમંત્રી
મુખ્યમંત્રી અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પાંચ ગામના સરપંચઓને જેસીબી મશીનની પ્રતિકૃતિ આપી તેઓનું બહુમાન કરાયું.
