વલસાડ જિલ્લા આયુષ શાખા દ્વારા સહ્યાદ્રિ પર્વતમાળા પાનસ ખાતે વન ઔષધી પરિચય શિબિર યોજાઈ ૫૦૦ થી વધુ જુદી જુદી જગ્યાએથી લાવવામાં આવેલી દેશી અને વિદેશી ઔષધીઓની માહિતી મેળવવામાં આવી જિલ્લાના તમામ આયુર્વેદ અને હોમિયોપેથીક તબીબો દ્વારા વન ઔષધી સંવર્ધનની શપથ લેવામાં આવી વલસાડ તાલુકાના મરલા અને કાંપરીયા ગામ ખાતે પ્રાકૃતિક ખેતીની તાલીમ ખેડૂતોને આપવામાં આવી હતી. જેમાં કૃષિ સખી નીતાબેન દ્વારા દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રનો ઉપયોગ કરી જીવામૃત, ઘનજીવામૃત, બીજામૃત સહિતના પ્રાકૃતિક કૃષિના પાંચ આયામોની માહિતી આપવામાં આવી હતી. જમીનને સમૃદ્ધ અને ઉપજાઉ ક્ષમતા જાળવી રાખવા માટે…
Read MoreMonth: February 2026
આયુર્વેદ ચમત્કાર સર્જે છે, પગે ચાલી ન શકતી ધરમપુરની મહિલા વલસાડની સરકારી આયુર્વેદ હોસ્પિટલમાં સારવાર મેળવી ચાલતી થઈ
હિન્દ ન્યુઝ, વલસાડ વલસાડ, ધરમપુર, નવસારી અને સુરતની અનેક ખાનગી હોસ્પિટલમાં સારવાર પાછળ રૂ. ચાર લાખનો ખર્ચ કર્યો પણ કોઈ ફરક ન પડ્યો એક ખાનગી હોસ્પિટલના તબીબે તો, દર ૧૦ દિવસે પ્લાઝમા ટ્રાન્સપ્લાન્ટ કરાવવુ પડશે ત્યાં સુધીની વાત કહી દીધી હતી એક દિવસે દીકરાએ મોબાઈલમાં વલસાડની સરકારી આયુર્વેદ હોસ્પિટલમાં દર્દી સાજા થવાની રિલ્સ જોઈ અને માતાને સારવાર માટે લઈ આવ્યો પહેલા ત્રણથી ચાર માણસોએ પકડીને મહિલાને ચલાવવું પડતું હવે કોઈના સહારા વિના સ્વતંત્ર ચાલે છે ‘‘મને એવુ લાગતુ હતું કે, મને લકવો લાગી જશે, આજીવન પથારીવશ રહીશ પરંતુ…
Read Moreબોટાદ જિલ્લાની ૩૩૩ આંગણવાડીઓનું થશે કાયાકલ્પ
હિન્દ ન્યુઝ, બોટાદ સર્વાંગી સૌંદર્યીકરણ, માળખાકીય સુધારણા, આકર્ષક રંગકામ, તથા જરૂરી નાના-મોટા સમારકામ કરી આંગણવાડીઓને સુંદર બનાવાશે ગુજરાત સરકારનાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યભરની આંગણવાડીઓને વધુ સુદ્રઢ અને આકર્ષક બનાવવાનાં ઉદ્દેશ્ય સાથે “આંગણવાડી નવીનીકરણ ઝુંબેશ” શરૂ કરાઈ “સુપોષિત બોટાદ અભિયાન” અંતર્ગત પી.જી.વિ.સી.એલ.બોટાદ વર્તુળ કચેરીના અધિક્ષક ઈજનેરએ આંગણવાડી કેન્દ્રની મુલાકાત લીધી પી.જી.વિ.સી.એલ. બોટાદ વર્તુળ કચેરીના અધિક્ષક ઈજનેર દ્વારા બોટાદ તાલુકાનાં હડદડ ગામે આવેલ આંગણવાડી કેન્દ્ર નં. ૩ તેમજ કાનીયાડ ગામે આવેલ આંગણવાડી કેન્દ્ર નં. ૧ અને ૨ની મુલાકાત લેવામાં આવી
Read Moreવડોદરાના બે પરિવારો માટે રાજ્યપાલએ મોકલી સ્મૃતિ ભેટ
હિન્દ ન્યુઝ, વડોદરા વડોદરા જિલ્લાના બે ગામોમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા કરાયેલા રાત્રીરોકાણ દરમિયાન તેમના યજમાન બનેલા પરિવારો માટે લોકભવન તરફની સ્મૃતિ તસવીર મોકલવામાં આવી હતી. આ તસવીરોને કલેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા બન્ને પરિવારોને ભેટ સ્વરૂપ આપવામાં આવી છે. આ બંને કાર્યક્રમો પૂર્ણ થયા બાદ રાજ્યપાલએ પ્રાકૃતિક ખેતી અપનાવતા વડોદરા જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો ચંદુભાઇ ગિરધરભાઇ રોહિત અને કનુભાઇ પરાગભાઇ પરમારના નિવાસસ્થાને તેમના પરિવારજનો સાથે મુલાકાત કરી પ્રીતિભોજનમાં સહભાગી બની આત્મીયતા વ્યક્ત કરી હતી. રાજ્યપાલની આ મુલાકાતથી બંને પરિવારોમાં ગૌરવ અને આનંદની લાગણી પ્રસરી હતી. આ પ્રસંગોની…
Read Moreડાંગ જિલ્લા આરોગ્ય શાખા ખાતે PC&PNDT Act અંતર્ગત ડીસ્ટ્રીક્ટ એડવાઇઝરી કમીટીની બેઠક યોજાઇ
હિન્દ ન્યુઝ, ડાંગ PC&PNDT Act અંતર્ગત આજ રોજ ડીસ્ટ્રીક્ટ એડવાઇઝરી કમીટીના અધ્યક્ષા શ્રીમતી સુનિતાબેન બાગુલના અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયત આરોગ્ય શાખામાં ડીસ્ટ્રીક્ટ એડવાઇઝરી કમીટી મીટીંગ યોજાઇ હતી. આ બેઠકમાં બ્લુ-બ્લડ હોસ્પિટલ,સાકરપાતળના નવા રજીસ્ટ્રેશન અંગેની મંજુરી તથા અધિક નિયામકશ્રી ગાંધીનગરના પરિપત્ર તા.૨૦/૧૧/૨૦૨૫ અંવયે જિલ્લામાં સંલગ્ન તમામ સંસ્થાઓ The PC & PNDT Act અંતર્ગત રજીસ્ટ્રેશન થયેલ સંસ્થા દ્વારા ઓનલાઇન ભરવામાં આવતા ફોર્મ-એફની ઓનલાઇન એન્ટ્રીમાં ફરજીયાત ટેકો આઇ.ડી,આભા આઇ.ડી તથા રિફર-સ્લિપ અપલોડ કરવા માટેની ચર્ચા તથા The PC & PNDT Act રજીસ્ટ્રેશન ફીમાંથી થયેલ ખર્ચની ચર્ચા તેમજ વધુમાં ચર્ચા કરતા, ડાંગ જિલ્લા…
Read Moreરાજ્યમંત્રી રમેશભાઈ કટારાની અધ્યક્ષતા હેઠળ દાહોદ આદિજાતિ મ્યુઝીયમ ખાતે સંપૂર્ણતા અભિયાન ૨.૦ નો કરાયો શુભારંભ
હિન્દ ન્યુઝ, દાહોદ દાહોદ જિલ્લામાં દાહોદ ખાતે આવેલ આદિજાતિ મ્યુઝીયમ ખાતે કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપાલન અને ગૌસંવર્ધન રાજ્યમંત્રીશ્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષ સ્થાને દાહોદમાં પ્રગતિ અને નવીનતા લાવવાના હેતુથી એક પહેલ રૂપે સંપૂર્ણતા અભિયાન ૨.૦ નો શુભારંભ સમારોહ યોજવામાં આવ્યો હતો. આ દરમ્યાન ગરબાડા તાલુકાને આકાંક્ષી જિલ્લાની શ્રેણીમાંથી બહાર લાવી ગરબાડા તાલુકામાં સર્વાંગી વિકાસ સાધવા માટે સરકારની આ એક આગવી પહેલ કરવામાં આવી રહી છે, ત્યારે આંગણવાડી, આરોગ્ય અને ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા માટે તેમજ માળખાગત સુવિધાઓ પર વિશેષ ભાર મુકવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, નીતિ…
Read Moreછોટાઉદેપુર જિલ્લાના પ્રવાસન ક્ષેત્રે નવું નજરાણું
હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લામાં કુદરતી સંપદા અને વનરાજીના જતનની સાથે પ્રવાસનને વેગ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવવામાં આવ્યું છે. છોટાઉદેપુર વન વિભાગની જેતપુરપાવી રેન્જના ધનપુર (ડુંગરવાંટ) વિસ્તારમાં નવનિર્માણ પામનાર ‘માખણિયા ઈકો ટુરિઝમ કેમ્પસાઈટ’નું ખાતમુહૂર્ત ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. પ્રથમ તબક્કાની કામગીરી અંદાજે રૂ. ૧ કરોડના ખર્ચે પૂર્ણ કરવામાં આવશે. આ પ્રસંગે ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ રાઠવાએ જણાવ્યું હતું કે, “છોટાઉદેપુરનો સુખી ડેમ વિસ્તાર પ્રકૃતિના અદભૂત સૌંદર્યથી ભરેલો છે. માખણિયા ઈકો ટુરિઝમ કેમ્પસાઈટ બનવાથી માત્ર પ્રવાસન જ નહીં, પણ આસપાસના ગ્રામીણ…
Read Moreવિધાનસભા ખાતે ‘યુથ ઈમર્સન પ્રોગ્રામ’નું આયોજન.
હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી, આસામ વિધાનસભાના અધ્યક્ષ બિશ્વજિત દાઇમારી તેમજ રાજ્યના શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમ્ન વાજાની ઉપસ્થિતિમાં ગુજરાત અને આસામના વિદ્યાર્થીઓ વચ્ચે વિધાનસભા ખાતે ‘યુથ ઈમર્સન પ્રોગ્રામ’નું આયોજન. ગુજરાત અને આસામના વિદ્યાર્થીઓએ વિધાનસભાની મુલાકાત લઈ લોકશાહી વ્યવસ્થા અને વિધાનસભાની કાર્યપદ્ધતિ અંગે પ્રત્યક્ષ અનુભવ મેળવ્યો. વિધાનસભાનું કામ માત્ર કાયદા ઘડવાનું કે બજેટ પસાર કરવાનું નથી, પરંતુ સરકારની કામગીરીની જવાબદારી નક્કી કરવાનું પણ છે: ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ગુજરાત અને આસામ વચ્ચે સદીઓ જૂના ઐતિહાસિક અને પૌરાણિક આત્મીય સંબંધો છે: આસામ વિધાનસભાના અધ્યક્ષ ‘વિકસિત ગુજરાતથી વિકસિત…
Read Moreશહેર અને જિલ્લામાં કારકીર્દિ માર્ગદર્શન સેમિનારો યોજવા કલેક્ટરની સૂચના
હિન્દ ન્યુઝ, વડોદરા કલેક્ટર કચેરીમાં આજે મળેલી જિલ્લા રોજગાર સલાહકાર સમિતિની બેઠકમાં ડો. અનિલ ધામેલિયાએ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડના પરિણામોને અનુલક્ષીને વ્યાપકપણે કારકીર્દિ માર્ગદર્શન સેમિનાર યોજવા પ્રેરક સૂચન કર્યું છે. જિલ્લા રોજગાર કચેરી અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા આવા સેમિનારનું તબક્કાવાર આયોજન કરવા તેમણે સૂચવ્યું છે. બેઠકના પ્રારંભે જિલ્લા રોજગાર અધિકારી અલ્પેશ ચૌહાણે વિગતો પ્રસ્તુત કરી હતી કે, મે માસથી ડિસેમ્બર – ૨૦૨૫ સુધીના આઠ માસ દરમિયાન વિવિધ સરકારી સંસ્થાઓ દ્વારા ૫૮૨૮૧ લાભાર્થીઓને રોજગાર, રોજગાર સૃજન માટેની લોન, યોજનાનો લાભ આપવામાં આવ્યો છે. જેને રકમમાં ગણવામાં…
Read Moreઓલ ઈન્ડિયા ફાયર સર્વિસ ગેમ્સ-૨૦૨૬માં ઉધના ફાયર સ્ટેશનના સબ ઓફિસરનો ઉત્કૃષ્ટ દેખાવ
હિન્દ ન્યુઝ, સુરત રાજસ્થાનના ઉદયપુરમાં યોજાયેલી ઓલ ઈન્ડિયા ફાયર સર્વિસ ગેમ્સ-૨૦૨૬માં સુરતના ઉધના ફાયર સ્ટેશનમાં ફરજ બજાવતા ૪૮ વર્ષીય સબ ઓફિસરશ્રી નરોત્તમ કે. ખલાસીએ રાષ્ટ્રીય કક્ષાએ સિદ્ધિ મેળવી સુરત શહેર તેમજ સુરત ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસનું ગૌરવ વધાર્યું છે. તેમણે સ્ટેર રેસ (STAIR RACE-FFG) સ્પર્ધામાં ૨૩ માળની ઇમારત માત્ર ૫ મિનિટ ૩૫ સેકન્ડમાં ચઢીને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે. દેશના વિવિધ રાજ્યોમાંથી ૨,૩૦૦ જેટલા ખેલાડીઓએ વિવિધ રમતોમાં ભાગ લીધો હતો. જેમાં કઠિન તાલીમ, દમદાર શારીરિક ક્ષમતા અને અડગ મનોબળના સૌએ દર્શન કરાવ્યા હતા.…
Read More