હિન્દ ન્યુઝ, સુરત ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં પોતાના પ્રાણોની આહુતિ આપનાર પૂજ્ય મહાત્મા ગાંધીજી તથા નામે અનામી તમામ અમર શહીદ વીરોની સ્મૃતિમાં આજે ૩૦ જાન્યુઆરી ‘શહીદ દિવસ’ નિમિત્તે સમગ્ર સુરત જિલ્લામાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમો યોજાયા હતા. સુરત જિલ્લાની તમામ સરકારી કચેરીઓ ખાતે સવારે ૧૧:૦૦ કલાકે બે મિનિટનું મૌન પાળીને રાષ્ટ્રના વીર સપૂતોને આદરાંજલિ આપવામાં આવી હતી. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કલેકટર કચેરી ખાતે અધિકારી-કર્મચારીઓએ મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
Read MoreMonth: January 2026
परीक्षा की शुचिता से कोई समझौता नहीं, लापरवाही पर होगी कड़ी कारवाई — जिलाधिकारी श्रीमती वर्षा सिंह
हिन्द न्यूज़, बिहार इंटरमीडिएट वार्षिक परीक्षा 2026 के सफल, शांतिपूर्ण एवं कदाचार-मुक्त संचालन को लेकर जिला पदाधिकारी श्रीमती वर्षा सिंह एवं पुलिस अधीक्षक श विक्रम सिहाग ने समाहरणालय सभाकक्ष में संयुक्त ब्रीफिंग की। इस अवसर पर इंटर परीक्षा में प्रतिनियुक्त सभी दंडाधिकारी, पुलिस पदाधिकारी, केंद्र अधीक्षक एवं संबंधित पदाधिकारी उपस्थित थे। जिला पदाधिकारी श्रीमती वर्षा सिंह ने स्पष्ट शब्दों में कहा कि परीक्षा की शुचिता बनाए रखना प्रशासन की सर्वोच्च प्राथमिकता है। परीक्षा कार्य में लगे सभी दंडाधिकारी एवं पुलिस पदाधिकारी अपने दायित्वों का पूरी निष्ठा…
Read Moreમુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલ અધ્યક્ષતા હેઠળ રાજ્યમંત્રી રમેશભાઈ કટારાની ઉપસ્થિતિ હેઠળ સુખસર ખાતે ગ્રામોત્થાન યોજનાના શુભારંભ અને તલાટી કમ મંત્રી આવાસના ખાતમુહૂર્ત કરાયું
હિન્દ ન્યુઝ, દાહોદ દાહોદ જિલ્લાના નવ-નિર્મિત એવા સુખસર તાલુકા ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલ અધ્યક્ષતા હેઠળ રાજ્યમંત્રી રમેશભાઈ કટારાની ઉપસ્થિતિ હેઠળ ગ્રામોત્થાન યોજનાના શુભારંભ અને તલાટી કમ મંત્રી આવાસના ખાતમુહુર્ત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે રાજ્યમંત્રી રમેશભાઈ કટારા તેમજ દાહોદ જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા સહિત ઉપસ્થિત મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો. ત્યાર બાદ શાળાઓની બાળકીઓએ પ્રાર્થના તેમજ સ્વાગત ગીત રજુ કર્યું હતું. નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી પથિક દવેએ રાજ્યમંત્રીશ્રી રમેશભાઈ કટારા તેમજ દાહોદ જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્મિત લોઢા સહિત ઉપસ્થિત સૌ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત…
Read Moreગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા-૨૦૨૬ તા.૧ ફેબ્રુઆરીના રોજ યોજાશે,
હિન્દ ન્યુઝ, જૂનાગઢ ૧૮મી અખિલ ભારત ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા-૨૦૨૬ તા.૧ ફેબ્રુઆરીના રોજ યોજાશે, રાષ્ટ્રીય કક્ષાની આ સ્પર્ધામાં દેશના જુદા જુદા રાજ્યોના કુલ ૪ કેટેગરીમાં ૫૪૧ સ્પર્ધકો ભાગ લેશે. રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાના સ્પર્ધાકોનું જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ ચેકઅપ મેડિકલ ચેકઅપ શરૂ કરી દેવામાં આવ્યું છે, જે આવતીકાલે તા.૩૧ જાન્યુઆરીએ પૂર્ણ થશે. આ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં સિનિયર ભાઈઓ ૧૯૬, જુનિયર ભાઈઓ ૧૩૪, સિનિયર બહેનો ૧૨૦ અને જુનિયર બહેનો ૯૧ એમ એકંદરે કુલ- ૫૪૧ સ્પર્ધકો ગિરનારને સર કરવા માટે જોમ જુસ્સા સાથે દોડ લગાવશે.
Read Moreકામરેજ તાલુકાના ઘલુડી ગામે ‘સુરક્ષા શક્તિ અને વિદ્યાર્થી જાગૃતિ અભિયાન’ અંતર્ગત વિવિધ શાળાઓના ૧૨૦૦થી વધુ વિદ્યાર્થીઓને પોલીસ જવાનોની કામગીરીથી વાકેફ કરાયા
હિન્દ ન્યુઝ, કામરેજ કામરેજ તાલુકાના ઘલુડી ગામના પરેડ ગ્રાઉન્ડ ખાતે ‘સુરક્ષા શક્તિ અને વિદ્યાર્થી જાગૃતિ અભિયાન’ અંતર્ગત જિલ્લાની વિવિધ શાળાઓના ૧૨૦૦થી વધુ વિદ્યાર્થીઓને પોલીસ જવાનોની કામગીરીથી વાકેફ કરાયા હતા. આ અભિયાનનો હેતુ વિદ્યાર્થીઓને પોલીસ વિભાગની કામગીરી, શિસ્ત, સાહસ, દેશસેવા, કાયદાનું પાલન તથા સમાજ પ્રત્યેની જવાબદારી અંગે અવગત કરી પોલીસ પ્રત્યે વિશ્વાસ, સહકાર અને સકારાત્મક દૃષ્ટિકોણ મજબૂત કરવાનો હતો. સુરત ગ્રામ્ય પોલીસ અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં હોર્સ સ્ક્વોડ દ્વારા સ્ટેન્ડિંગ સેલ્યુટ અને ઇન્ડિયન ફાઈલ ટેન્ટ પેગિંગ તેમજ ડોગ સ્ક્વોડ દ્વારા…
Read Moreમુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના અંતર્ગત ડાંગ જિલ્લા કક્ષાનો લોન્ચિંગ કાર્યક્રમ આહવા ખાતે યોજાયો
હિન્દ ન્યુઝ, ડાંગ મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજનાનું સમગ્ર ગુજરાતમાં લોન્ચિંગ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આણંદ જિલ્લાના ભાદરણ ખાતેથી કરવામાં આવ્યું હતું. આ અનુસંધાને ડાંગ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ આહવા ખાતે ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઇન તેમજ ડાંગ જિલ્લા વિકાસ અધિકારી કે.એસ.વસાવાની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી કે.એસ.વસાવાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં સતત વધતા શહેરીકરણની સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ શહેરોની સમકક્ષ આધુનિક માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે તાલુકા મુખ્યમથક ધરાવતી પરંતુ નગરપાલિકામાં ભળી ન હોય તેવી ગ્રામ પંચાયતોનો સર્વાંગી વિકાસ કરવામાં આવનાર છે.…
Read Moreરાજ્યના પશુપાલન વિભાગ તથા સુરત હોર્સ સોસાયટી દ્વારા સુરત ખાતે ૭મા ‘તાપી અશ્વ શો-૨૦૨૬’નો પ્રારંભ
હિન્દ ન્યુઝ, સુરત ગુજરાત રાજ્ય પશુપાલન વિભાગના સહયોગથી સુરત હોર્સ સોસાયટી દ્વારા સુરતના અડાજણ કેબલ બ્રિજ રિવરફ્રન્ટ ખાતે ‘૭મા તાપી અશ્વ શો-૨૦૨૬’ને કૃષિ અને પશુપાલન મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે ખુલ્લો મૂકાયો હતો. ચાર દિવસીય અશ્વ શોમાં ટેન્ટ પેગિંગ, બેરલ રેસ, ગરો લેવો, સંગીત ખુરશી, હોર્સ ડાન્સની સ્પર્ધાઓ યોજાશે. સુરતના આ આંગણે અંદાજે ૨૫૦ જેટલા ઉત્કૃષ્ટ અશ્વોના શૌર્ય અને સુંદરતા જોવા મળશે. આ પ્રસંગે કૃષિ, પશુપાલન મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, અશ્વ એ આપણા શૌર્ય અને શુભનું પ્રતીક છે, અને અશ્વો…
Read Moreભારતના વીર શહીદોને ભાવભીની શ્રદ્ધાંજલિ: ગાંધીનગર જિલ્લા કલેક્ટર સહિત સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું
હિન્દ ન્યુઝ, ગાંધીનગર આપણી આઝાદી આ વીર શહીદોના બલિદાનનું પરિણામ છે, તેમની સ્મૃતિમાં મૌન પાળીને આપણે માત્ર તેમને શ્રદ્ધાંજલિ જ નથી આપતા, પરંતુ દેશ પ્રત્યેની આપણી ફરજો નિભાવવાનો સંકલ્પ પણ દોહરાવીએ છીએ -કલેકટર મેહુલ કે.દવે ભારતની આઝાદી માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર અમર શહીદો તથા મહાત્મા ગાંધીજીની ૭૮મી પુણ્ય તિથિની સ્મૃતિમાં આજે સમગ્ર દેશની સાથે ગાંધીનગર ખાતે પણ ‘શહીદ દિવસ’ની ગરિમાપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે ગાંધીનગર જિલ્લા કલેક્ટર મેહુલ કે. દવે સહિત સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શહીદોના માનમાં બે મિનિટનું…
Read Moreકોસંબા-માંગરોળ-ઝંખવાવ રોડ પર બ્રિજની કામગીરીને કારણે ભારે વાહનો માટે ડાયવર્ઝન: ૧૫ ફેબ્રુઆરી સુધી રસ્તો બંધ રહેશે
હિન્દ ન્યુઝ, સુરત કોસંબા, માંગરોળ અને ઝંખવાવ વિસ્તારમાં મુસાફરી કરતા વાહનચાલકો અને ટ્રાન્સપોર્ટરો માટે કાયદો અને જાહેર વ્યવસ્થાને ધ્યાને લઈ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ વિજય રબારીએ એક જાહેરનામાં થકી ભારે તથા અતિભારે વાહનો માટે તા.૧૫ ફેબ્રુઆરી સુધી વાહનો માટે આ રસ્તો બંધ કરી ડાયવર્ઝન જાહેર કર્યું છે. કોસંબા-માંગરોળ-ઝંખવાવ રોડ પર બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી હોવાથી, સલામતીના ભાગરૂપે આ રસ્તા પર ભારે વાહનોની અવર-જવર પર કામચલાઉ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. વૈકલ્પિક માર્ગ તરીકે ભારે વાહનો અને માલવાહક વાહનોએ કોસંબા-માંગરોળ-ઝંખવાવ તરફ જવા તેમજ આવવા માટે નીચે મુજબના ડાયવર્ઝન રૂટનો…
Read Moreસ્પેશ્યલ રોલ ઓબ્ઝર્વર એ.કે.મિશ્રાના અધ્યક્ષસ્થાને સુરત જિલ્લાની ૧૬ વિધાનસભામાં SIR કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ
હિન્દ ન્યુઝ, સુરત ભારતીય ચૂંટણી પંચના સ્પેશ્યલ રોલ ઓબ્ઝર્વર એ.કે.મિશ્રાના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન ખાતે સુરત જિલ્લાની ૧૬ વિધાનસભામાં થઇ રહેલી SIR કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં સ્પેશ્યલ રોલ ઓબ્ઝર્વરએ જણાવ્યું કે, મતદાર યાદી સુધારણા કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ડુપ્લીકેટ નામો દૂર કરવા, ASD (ગેરહાજર, સ્થળાંતરિત થયેલા અને મૃત) મતદારોનું મેપિંગ અને લાયક મતદારોનો સમાવેશ કરી લોકશાહીને વધુ મજબૂત બનાવવાનો છે. આ કામગીરીના અંતે એક નવી, અત્યંત પારદર્શક અને અદ્યતન મતદારયાદી પ્રાપ્ત થશે, જે ભવિષ્યની ચૂંટણી પ્રક્રિયાઓને વધુ સરળ, સુદ્રઢ બનાવશે.
Read More