ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા-૨૦૨૬ તા.૧ ફેબ્રુઆરીના રોજ યોજાશે,

હિન્દ ન્યુઝ, જૂનાગઢ

     ૧૮મી અખિલ ભારત ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા-૨૦૨૬ તા.૧ ફેબ્રુઆરીના રોજ યોજાશે, રાષ્ટ્રીય કક્ષાની આ સ્પર્ધામાં દેશના જુદા જુદા રાજ્યોના કુલ ૪ કેટેગરીમાં ૫૪૧ સ્પર્ધકો ભાગ લેશે. 

    રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાના સ્પર્ધાકોનું જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ ચેકઅપ મેડિકલ ચેકઅપ શરૂ કરી દેવામાં આવ્યું છે, જે આવતીકાલે તા.૩૧ જાન્યુઆરીએ પૂર્ણ થશે.

    આ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં સિનિયર ભાઈઓ ૧૯૬, જુનિયર ભાઈઓ ૧૩૪, સિનિયર બહેનો ૧૨૦ અને જુનિયર બહેનો ૯૧ એમ એકંદરે કુલ- ૫૪૧ સ્પર્ધકો ગિરનારને સર કરવા માટે જોમ જુસ્સા સાથે દોડ લગાવશે. 

Related posts

Leave a Comment