સ્પેશ્યલ રોલ ઓબ્ઝર્વર એ.કે.મિશ્રાના અધ્યક્ષસ્થાને સુરત જિલ્લાની ૧૬ વિધાનસભામાં SIR કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, સુરત

       ભારતીય ચૂંટણી પંચના સ્પેશ્યલ રોલ ઓબ્ઝર્વર એ.કે.મિશ્રાના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન ખાતે સુરત જિલ્લાની ૧૬ વિધાનસભામાં થઇ રહેલી SIR કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ હતી.

     બેઠકમાં સ્પેશ્યલ રોલ ઓબ્ઝર્વરએ જણાવ્યું કે, મતદાર યાદી સુધારણા કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ડુપ્લીકેટ નામો દૂર કરવા, ASD (ગેરહાજર, સ્થળાંતરિત થયેલા અને મૃત) મતદારોનું મેપિંગ અને લાયક મતદારોનો સમાવેશ કરી લોકશાહીને વધુ મજબૂત બનાવવાનો છે. આ કામગીરીના અંતે એક નવી, અત્યંત પારદર્શક અને અદ્યતન મતદારયાદી પ્રાપ્ત થશે, જે ભવિષ્યની ચૂંટણી પ્રક્રિયાઓને વધુ સરળ, સુદ્રઢ બનાવશે.

Related posts

Leave a Comment