હિન્દ ન્યુઝ, જામનગર જામનગર જીલ્લાની જામજોધપુર, ધ્રોલ તથા કાલાવડ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી અને જામનગર તાલુકા પંચાયતના મતદાર મંડળ ૧૪-જામવંથલીની ખાલી પડેલ બેઠકની પેટા ચૂંટણી માટેનું મતદાન તા.૧૬/૦૨/૨૦૨૫ ના રોજ તેમજ મત ગણતરી તા.૧૮/૦૨/૨૦૨૫ ના રોજ યોજાનાર છે. મતગણતરીની કાર્યવાહી શાંતિપુર્ણ વાતાવરણમાં થઇ શકે મતગણતરી દરમ્યાન કોઇપણ વ્યક્તિ ખલેલ પહોંચાડે નહી, મતગણતરી સ્થળે વ્યવસ્થામાં કોઇ બાધા કે વિક્ષેપ ઉભો ન થાય તથા મત ગણતરીની કામગીરી શાંતિપૂર્વક ચાલી શકે તે માટે મત ગણતરી મથકથી ર૦૦ મીટરની ત્રિજયામાં ચારથી વધુ વ્યકિતઓને એકઠા થવા ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું…
Read MoreMonth: February 2025
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ચૂંટણી સબંધી વિસ્તારમાં ચાર કરતા વધુ વ્યક્તિઓની મંડળી ભરવા, બોલાવવા કે સરઘસ કાઢવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પડાયું
હિન્દ ન્યુઝ, જામનગર જામજોધપુર નગરપાલિકા, ધ્રોલ નગરપાલિકા તથા કાલાવડ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તથા જામનગર તાલુકા પંચાયતના મતદાર મંડળ ૧૪-જામવંથલીની ખાલી પડેલ બેઠકની પેટા ચૂંટણી માટેનું મતદાન તા.૧૬/૦૨/૨૦૨૫ના રોજ યોજાનાર છે. આ ચૂંટણીનું મતદાન મુક્ત, ન્યાયી અને શાંતિપુર્ણ વાતાવરણમાં યોજાય તેમજ ચૂંટણી સંબંધી પ્રચાર માટે કે આવેદનપત્ર આપવાના હેતુથી કે દેખાવો યોજવાના હેતુથી જાહેર સ્થળોએ લોકો ટોળા સ્વરૂપે એકઠા કે પસાર થાય તેથી ભયમુક્ત વાતાવરણ ટાળવા તેમજ સમગ્ર જિલ્લામાં સુલેહ શાંતિ અને કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી…
Read Moreમતદાન મથકની અંદર મોબાઇલ ફોન જેવા ઉપકરણો સાથે પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડતા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ
હિન્દ ન્યુઝ, જામનગર જામજોધપુર નગરપાલિકા, ધ્રોલ નગરપાલિકા તથા કાલાવડ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તથા જામનગર તાલુકા પંચાયતના મતદાર મંડળ ૧૪-જામવંથલીની ખાલી પડેલ બેઠકની પેટા ચૂંટણી માટેનું મતદાન તા.૧૬/૦૨/૨૦૨૫ના રોજ યોજાનાર છે. મતદાનના દિવસે મતદારોના મતની ગુપ્તતા જળવાઇ રહે તેમજ મતદાનની પ્રક્રિયામાં કોઇ અવરોધ ઉભો ન થાય તથા જાહેર સલામતી જળવાઇ રહે તે માટે મતદાન મથકની અંદર મોબાઇલ ફોન જેવા ઉપકરણો સાથે પ્રવેશ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ભાવેશ ખેર દ્વારા બહાર પાડવામાં આવેલ છે. જે અનુસાર ઉપરોકત…
Read Moreચૂંટણી પ્રચાર બંધ થયા બાદ કોઇપણ રાજકીય પક્ષ, ઉમેદવારના પ્રચારકો, કાર્યકર્તાઓ કે જેઓ સબંધિત મત વિસ્તારના મતદાર ન હોય તેઓએ લગત વિસ્તાર છોડવાનો રહેશે
હિન્દ ન્યુઝ, જામનગર જામજોધપુર નગરપાલિકા, ધ્રોલ નગરપાલિકા તથા કાલાવડ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તથા જામનગર તાલુકા પંચાયતના મતદાર મંડળ ૧૪-જામવંથલીની ખાલી પડેલ બેઠકની પેટા ચૂંટણી માટેનું મતદાન તા.૧૬/૦૨/૨૦૨૫ના રોજ યોજાનાર છે. આ ચૂંટણીનું મતદાન મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તેમજ આદર્શ આચારસંહિતાનું પાલન થાય અને ખર્ચ ઉપર નિયંત્રણ તથા દેખરેખ જળવાઇ રહે તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી ભાવેશ ખેર દ્વારા જાહેરનામું બહાર પાડેલ છે. જે અનુસાર જામનગર જિલ્લાના જામજોધપુર નગરપાલિકા, ધ્રોલ નગરપાલિકા, કાલાવડ નગરપાલિકા…
Read Moreધ્રોલ નગરપાલિકામાં હરીફ ઉમેદવારનું અવસાન થતા વોર્ડ નં.૭ની ચૂંટણી રદ્દ કરાઈ
હિન્દ ન્યુઝ, જામનગર જામનગર જીલ્લાની ધ્રોલ નગરપાલિકા સામાન્ય ચૂંટણી ૨૦૨૫નુ મતદાન આવતીકાલ તા.૧૬ ફેબ્રુઆરીના રોજ યોજવામાં આવશે. ચૂંટણી અન્વયે વોર્ડ નં ૧ થી ૭ ના ઉમેદવારોની યાદી બહાર પાડવામાં આવી છે. પરંતુ હરીફ ઉમેદવારોની યાદી મુજબ વોર્ડ નં.૭ માં કુલ ૧૦ ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે પૈકી ક્રમ નં.૩ પરના ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના સામાન્ય વર્ગના ઉમેદવાર દશરથસિંહ જામસંગ જાડેજાનું તા.૧૩ ફેબ્રુઆરીના રોજ અવસાન થયું છે. જેની ખાતરી કરવામાં આવી છે. માટે માત્ર વોર્ડ નં.૭નું મતદાન રદ કરવામાં આવ્યું છે. નગરપાલિકાની ચૂંટણીના સુધારેલા…
Read Moreધ્રોલ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી અંગેની ફરીયાદો માટે રાઉન્ડ ધ ક્લોક કંટ્રોલરૂમ કાર્યરત
હિન્દ ન્યુઝ, જામનગર રાજ્ય ચૂંટણી આયોગ ગાંધીનગર દ્વારા જામનગર જિલ્લાની ધ્રોલ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી આગામી તા.૧૬/૦૨/૨૦૨૫ ના રોજ યોજવાનું જાહેર કરેલ છે. આ નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી માટે તા.૧૬/૦૨/૨૦૨૫ ના રોજ મતદાનના દિવસે તેમજ તા.૧૮/૦૨/૨૦૨૫ ના રોજ મત ગણતરીના દિવસે ચૂંટણી સબંધી ફરીયાદો માટે રાઉન્ડ ધ ક્લોક કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવેલ છે. જેમાં ધ્રોલ નગરપાલિકાની ચૂંટણી સંબધિત ફરીયાદો માટે મામલતદાર કચેરી ધ્રોલ ખાતે ટે.નં. ૦૨૮૯૭-૨૨૨૦૦૧ ઈ-મેઈલ po-dhrol-jam@gujarat.gov.in પર સંપર્ક કરી શકાશે. જેની સર્વે મતદારોએ નોંધ લેવા ચૂંટણી અધિકારી તથા પ્રાંત અધિકારી ધ્રોલની યાદીમાં જણાવા
Read Moreજિલ્લાની જમીન માપણીની કામગીરી અંગેની સર્વગ્રાહી સમીક્ષા કરતાં જિલ્લા કલેકટર કેતન ઠક્કર
હિન્દ ન્યુઝ, જામનગર કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લા કલેકટર કેતન ઠક્કરે જામનગર જિલ્લાની જમીન માપણીની કામગીરી અંગેની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.કલેકટરના અધ્યક્ષ સ્થાને યોજાયેલ બેઠકમાં સુપ્રિન્ટેનડેન્ટ ઓફ લેન્ડ રેકર્ડ પી.બી.પરમાર તથા ડિસ્ટ્રીકટ ઇન્સપેક્ટર ઓફ લેન્ડ રેકર્ડ કે.એન.ગઢીયાએ કલેકટર સમક્ષ જિલ્લામાં કાર્યાન્વિત રી-સર્વેને લગતી કામગીરીની વિગતો રજૂ કરી હતી. બેઠકમાં કલેક્ટરએ કચેરીનું મહેકમ તેમજ રીસર્વેની કામગીરી સાથે જોડાયેલ સર્વેયર અંગેની વિગતો મેળવી યોગ્ય રીતે કામની વહેંચણી કરવા તેમજ યોગ્ય આયોજન ઘડી સમયમર્યાદામાં રી-સર્વેની કામગીરી પૂર્ણ થાય તે દિશામાં કામગીરી હાથ ધરવા ઉપસ્થિત સૌને તાકીદ કરી હતી.સાથે સાથે…
Read Moreઆંકલાવના સીમ વિસ્તારમાંથી મહુડાના વૃક્ષને કાપવાની અરજી ના મંજૂર કરતું આણંદ વન વિભાગ
હિન્દ ન્યુઝ, આણંદ નાયબ વન સંરક્ષક સામાજિક વનીકરણ વિભાગ, આણંદના જણાવ્યા મુજબ વન વિભાગની જવાબદારી રક્ષિત વિસ્તાર તેમજ વન વિભાગના કાર્યક્ષેત્રમાં આવતા ઝાડની હોય છે, અન્ય વિસ્તારમાં પણ અનામત ઝાડ જેવા કે સાગ, શીશમ, ખેર, ચંદન અને મહુડો કાપવા માટે વન વિભાગની પરવાનગી લેવી ફરજીયાત છે અન્યથા વન વિભાગના નિયમ અનુસાર ગુનો બને છે. આંકલાવના સીમ વિસ્તારમાં રહેતા અરજદાર સંદીપભાઈ ગોવિંદભાઈ શાહ દ્વારા સર્વે નંબર ૧૪૦૫ માં કરવામાં આવતા પાકને બચાવવા ફેન્સીંગ મારવા માટે અનામત વૃક્ષ મહુડો નડતરરૂપ હોય આ વૃક્ષ કાપવા અંગેની મંજૂરી આંકલાવ વન વિભાગની કચેરી…
Read Moreબોરસદ સર્કિટ હાઉસ પાસેના કાંસની સાફ-સફાઈ ચોમાસા પહેલા કરવાનું આયોજન
હિન્દ ન્યુઝ, આણંદ Bઆણંદ સિંચાઈ વિભાગ હસ્તકના કાંસ પેટા વિભાગ આણંદ હેઠળ ઉમરેઠ, આણંદ, પેટલાદ, બોરસદ, આંકલાવ તાલુકાઓમાંથી પસાર થતા નેટવર્કની જાળવણી અને મરામતની કામગીરી કરવામાં આવે છે. જે અંતર્ગત બોરસદ તાલુકામાં સિંગલાવ – બોરસદ કાંસ આણંદ સિંચાઈ વિભાગ હસ્તકનો નોટિફાઇડ કાંસ છે, આ કાંસની સાફ-સફાઈ સુજલામ સુફલામ જળ સિંચાઈ યોજના હેઠળ ગત વર્ષે ચોમાસા પહેલા કરવામાં આવી હતી, તેવી જ રીતે આગામી ચોમાસા પહેલા પણ આ કાંસની સાફ-સફાઈ કરાવવાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું આણંદ સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર દ્વારા જણાવવામાં આવ્યું છે.
Read Moreનોન ટ્રાન્સપોર્ટ M/CYCLE પસંદગી નંબરનું ઓનલાઇન NEW AUCTION શરૂ
હિન્દ ન્યુઝ, આણંદ એ.આર.ટી.ઓ.કચેરી, આણંદ દ્વારા મોટરીંગ પબ્લીકની સગવડતા માટે પસંદગી નંબરનું ઓનલાઇન NEW AUCTION શરૂ કરવામાં આવેલ છે. જેમાં નોન ટ્રાન્સપોર્ટ M/CYCLE ની નવી સિરિઝ GJ 23-EE- 0001 થી 9999 છે. પસંદગી નંબર મેળવવાની ઇચ્છા ધરાવનાર વાહન માલિકોએ તેઓના વાહનની રજીસ્ટ્રેશન ફી ભરપાઈ કર્યા પછી ઓનલાઇન http://parivahan.gov.in/fancy વેબ લીંક પરથી AUCTION માં ભાગ લઇ શકશે. તા.૨૪/૦૨/૨૦૨૫ ના ૧૬ : ૦૦ કલાક થી તા.૨૬/૦૨/૨૦૨૫ ના ૧૬ : ૦૦ કલાક સુધી AUCTION માટે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને એપ્લીકેશન કરવાની રહેશે. તા.૨૬/૦૨/૨૦૨૫ ના ૧૬ : ૦૦ કલાક થી તા.૨૮/૦૨/૨૦૨૫ ના…
Read More