દ્નારકા શારદા પિઠાધિશ્વર જગદ્ગુરૂ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતી મહારાજનું સોમનાથ ખાતે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગરીમામય સ્વાગત કરવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, સોમનાથ દ્વારકા શારદા પિઠાધિશ્વર ગાદિ પર બિરાજમાન થયા બાદ પ્રથમ વખત સોમનાથની પાવનભૂમિ પર જગદ્ગુરૂ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતી મહારાજનું ગરીમામય સ્વાગત કરવામાં આવ્યુ હતું. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવેલ હતો, જેમાં શ્રી સોમનાથ મંદિરના પૂજારીઓ તથા સોમનાથ સંસ્કૃત પાઠશાળાના ઋષીકુમારો દ્વારા ભદ્રસુક્તના વેદોક્ત મંત્રોથી સ્વામીજીનુ સ્વાગત કરેલ, ત્યાર બાદ રૂદ્રાક્ષમાળા-પુષ્પહાર, સોમનાથ મહાદેવની છબી સાથે સચિવ યોગેન્દ્રભાઇ દેસાઇના હસ્તે જગદ્ગુરૂ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતી મહારાજનું સ્વાગત કરવામાં આવેલ હતું. સોમનાથ મંદિરના પુજારીશ્રીઓ – ઋષીકુમારોનું વૈદિક શ્લોકગાન અને ઢોલ શરણાઇએ વાતાવરણને ભવ્ય સાથે દિવ્ય…

Read More

માન.વડાપ્રધાનનાં સભા સ્થળથી ૫૦૦ મીટરની બહાર તેમજ કાર્યક્રમ સ્થળે કોઈ અનધિકૃત ડ્રોન કેમેરાનો ઉપયોગ કરી સલામતી વ્યવસ્થામાં ખલેલ ન પહોંચે તે માટે જાહેરનામુ જાહેર કરાયુ

હિન્દ ન્યુઝ, ભાવનગર માન.વડાપ્રધાન આગામી તા.૨૩/૧૧/૨૦૨૨ ના રોજ ભાવનગર શહેર ચિત્રા માર્કેટિંગ યાર્ડ સામે, સ્વામીનારાયણ મંદિર પાછળના મેદાનમા જાહેરસભા કાર્યક્રમમાં પધારનાર છે. માન.વડાપ્રધાનની સુરક્ષા વ્યવસ્થા “ઝેડ પ્લસ, એસ.પી.જી. પ્રોટેકટી મુજબ રાખવાની હોઈ મહાનુભાવની સલામતી વ્યવસ્થાના ભાગરૂપે આ મેદાનનાં બહારની બોર્ડરથી ૫૦૦ મીટરની બહાર તેમજ કાર્યક્રમ સ્થળે કોઈ અનધિકૃત ડ્રોન કેમેરાનો ઉપયોગ કરી સલામતી વ્યવસ્થામાં ખલેલ ન પહોંચાડે તેવા હેતુથી તા.૨૩/૧૧/૨૦૨૨ દિન -૧ માટે પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિધ્ધ કરવા પોલીસ અધિક્ષક, ભાવનગરથી દરખાસ્ત રજુ થયેલ છે. પોલીસ અધિક્ષક, ભાવનગરએ કરેલ દરખાસ્ત મુજબના સ્થળે ડ્રોન (UAV) નો ઉપયોગ ન થાય તે અંગેનું…

Read More